News of Saturday, 1st February 2025
અંડર-૧૯ વર્લ્ડ કપ: ભારત ઇંગ્લેન્ડને ૯ વિકેટે હરાવીને ફાઇનલમાં પહોંચ્યું

નવી દિલ્હી: શુક્રવારે બ્યુમાસ ઓવલ ખાતે રમાયેલી ICC મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે ઇંગ્લેન્ડને નવ વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તેનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, ડેવિના પેરિન અને સુકાની એબીગેઇલ નોર્ગ્રોવની આગેવાનીમાં ઇંગ્લેન્ડે મજબૂત શરૂઆત કરી. પરંતુ ભારતીય બોલરોએ બીજા હાફમાં રમતનું પાસું ફેરવી નાખ્યું અને ઇંગ્લેન્ડને 20 ઓવરમાં 113/8 સુધી મર્યાદિત કરી દીધું.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
