News of Sunday, 9th February 2025
ન્યૂઝીલેન્ડનો ખેલાડી રચિન રવિન્દ્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત :કેચ લેતા સમયે માથામાં વાગ્યો બોલ: વહેવા લાગ્યું લોહી
બોલ સીધા તેના મોંઢા પર વાગ્યો: ખરાબ ફ્લડ લાઈટ્સના કારણે રચિનને ઈજા થયાનો દાવો

પાકિસ્તાનમાં ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ટ્રાઈ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કરતા પાકિસ્તાનની ટીમને 78 રનથી માત આપી હતી. ત્યાર આ મેચમાં કિવી ટીમનો સ્ટાર ઓપનર બેટ્સમેન રચિન રવિન્દ્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.
પાકિસ્તાનની ઈનિંગની 38મી ઓવર દરમિયાન જ્યારે રચિન રવિન્દ્ર બેટ્સમને ખુશદિલે મારેલા શોર્ટને ડીપ સ્કેવર લેગ પર કેચ પકડવા માટે જઈ રહ્યો હતો, ત્યારે બોલ સીધા તેના મોંઢા પર વાગ્યો હતો. આ દરમિયાન તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. રચિનના ઈજાગ્રસ્ત થયા બાદ સોશિયલ મીડિયા પર આ દાવો કરવામાં આવી રહ્યો છે કે ખરાબ ફ્લડ લાઈટ્સના કારણે રચિનને ઈજા થઈ
ગ્રાઉન્ડમાં ખરાબ ફ્લડ લાઈટ્સ હોવાને કારણે તે આ કેચને યોગ્ય રીતે જજ કરી શક્યો ન હતો અને બોલ તેની આંખ પાસે જઈ વાગ્યો હતો. બોલ વાગતાં જ તેના માથાથી લોહી વહેવા લાગ્યું હતું અને તેને તરત જ ગ્રાઉન્ડની બહાર લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
