News of Wednesday, 12th February 2025
અમદાવાદમાં પગ મૂકતા જ રોહિત શર્માની આંખોમાં કેમ આવી ગયા આંસુ?
૨૦૨૩ વર્લ્ડ કપની ફાઇનલમાં મળેલી હારને રોહિત શર્મા હજુ સુધી ભૂલી શક્યો નથી અને જેવો તેણે ટીમ ઇન્ડિયા સાથે અમદાવાદની ધરતી પર પગ રાખ્યો કે, તેની આંખોમાં ઝળઝળિયા આવી ગયા

નવી દિલ્હીઃ ૨૦૨૩ વર્લ્ડ કપની ફાઇનલમાં મળેલી હારને રોહિત શર્મા હજુ સુધી ભૂલી શક્યો નથી. જયાર ેતેણે ટીમ ઇન્ડિયા સાથે અમદાવાદની ધરતી પર પગ રાખ્યો કે, તેની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. રોહિત શર્મા આમ પણ ખૂબ ઇમોશનલ વ્યક્તિ છે, જે હંમેશા જોવા પણ મળે છે. રોહિત એકલો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગયો અને કલાકો સુધી ફ્લેશબેકમાં જઈને તે ક્ષણોને યાદ કરી. રોહિત ભલે પોતાની કેપ્ટનશીપમાં ટી-૨૦ વર્લ્ડ કપ જીતી ચૂક્યો હોય પણ ૧૯ નવેમ્બર ૨૦૨૩ની તારીખ, તેને સંબંધિત તસવીરો અને તેની તાસીરને પોતાના દિલમાં લઈને ફરે છે. વર્લ્ડ કપ ફાઇનલ મેચમાં જે મેચ શરૂ થતા પહેલા જ ભારતની જીત નક્કી માનવામાં આવી રહી હતી, પરંતુ કિસ્મતને કંઈક અલગ જ મંજૂર હતુ. આખા વર્લ્ડ કપમાં એક પણ મેચ ન હારનાર ભારતીય ટીમ ફાઇનલમાં હારી ગઈ. પોતાના ફેન્સ, પોતાના મેદાન અને પોતાનાઓ સામે હારનું દુઃખ શું હોય છે તે રોહિતથી વધુ સારી રીતે કોઈ જણાવી શકે નહીં. (૩પ.૧૧)
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
