News of Sunday, 23rd February 2025
કોહલીએ છેલ્લા દડે ગજબ નાકનો ઇતિહાસ સર્જી દીધો, સાથે જ દેશભરમાં વિજયોત્સવ મનાવવાનું શરૂ થયું

પાકિસ્તાનની સામેની મેચના છેલ્લા દડે કોહલી ૯૬ રન ઉપર રમી રહ્યો હતો અને પોતાના ખુદના આશ્ચર્ય વચ્ચે કોહલીના બેટમાંથી છેલ્લા દડે ફોર લાગી અને દેશભરમાં જબરજસ્ત ઉત્સવનો માહોલ છવાઈ ગયો..
ચેમ્પિયન્સ ટ્રોફીની દુબઈમાં રમાયેલી પાકિસ્તાન સામેની આજની મેચે, ટીમ ઈન્ડિયા માટે, કોહલીની 'વિરાટ' રમત સાથે ઇતિહાસ સર્જી દીધો.
કોહલીની આ મહાન સિધ્ધી સાથે આખા દેશમાં જશ્નનો માહોલ સર્જાયો હતો. પાકિસ્તાન મેચમાં કોહલીએ ઘણા ઐતિહાસિક રેકોર્ડ કર્યાં હતા. વન ડેમાં કોહલીની ૫૧મી અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૮૨મી સદી થઈ છે, ફાસ્ટેસ્ટ ૯૦૦૦ રન કર્યા જ્યારે ૧૪૦૦૦ રન કરનાર ભારતનો બીજો અને વિશ્વનો ત્રીજો ખેલાડી બન્યો.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
