<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

હેલી મેથ્‍યુસ, નેટ સાયવર-બ્રન્‍ટની ઐતિહાસિક ભાગીદારી : મુંબઈ ઈન્‍ડિયન્‍સે યુપી વોરિયર્સને આઠ વિકેટથી હરાવ્‍યું

મુંબઈ ઈન્‍ડિયન્‍સે યુપી વોરિયર્સને આઠ વિકેટથી હરાવી WPL પોઈન્‍ટ ટેબલમાં ટોચનું સ્‍થાન મેળવ્‍યું

નવી દિલ્‍હીઃ મુંબઈ ઈન્‍ડિયન્‍સે યુપી વોરિયર્સને આઠ વિકેટથી હરાવીને ચાલુ મહિલા પ્રીમિયર લીગ માં ટોચનું સ્‍થાન મેળવ્‍યું. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમે શાનદાર પ્રદર્શન કરીને ૧૭ ઓવરમાં ૧૪૩ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. બેંગલુરૂના એમએ ચિદમ્‍બરમ સ્‍ટેડિયમમાં મુંબઈને સરળતાથી જીત અપાવવા માટે હેલી મેથ્‍યુઝ અને નેટ સાયવર-બ્રન્‍ટે ૧૩૩ રનની શાનદાર ભાગીદારી કરી.

શાનદાર ઇનિંગ બદલ પ્‍લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. ઇંગ્‍લેન્‍ડના આ આંતરરાષ્ટ્રીય બોલરે પહેલી ઇનિંગમાં પણ ત્રણ વિકેટ લીધી હતી. દરમિયાન, વુમન્‍સ પ્રિમિયર લીગના ઇતિહાસમાં આ તેમનો ચોથો POTM હતો. તે હાલમાં ટુર્નામેન્‍ટમાં સૌથી વધુ POTMએવોર્ડ વિજેતાઓની યાદીમાં બીજા ક્રમે છે.

બીજી તરફ, મેથ્‍યુઝે ૫૦ બોલમાં ૫૯ રન બનાવ્‍યા. પોતાની પાર્ટનર યાસ્‍તિકા ભાટિયાને વહેલા ગુમાવવા છતાં, વેસ્‍ટ ઈન્‍ડિઝની આ આંતરરાષ્ટ્રીય ખેલાડીએ રન રેટ જાળવી રાખ્‍યો અને ઇનિંગ્‍સ સંભાળવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું.મેચ બાદ, કેપ્‍ટન હરમનપ્રીતે જીત પર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે તે તેના પ્રદર્શનથી ખુશ છે. તેમણે સંસ્‍કૃતિ ગુપ્તાના બે ઓવરમાં ૧૧ રન આપીને બે વિકેટ લેવાના અદ્વુત સ્‍પેલ વિશે પણ વાત કરી.

મેચ પછીના પ્રેઝન્‍ટેશનમાં હરમનપ્રીતે કહ્યું, હું પરિણામથી ખૂબ જ ખુશ છું. પહેલી ઓવરમાં વિકેટ લેવી એ હંમેશા પ્‍લસ પોઈન્‍ટ હોય છે. નેટે આજે બધું બરાબર કર્યું. અમારા મીડિયમ પ્રેસર બોલિંગની રીતથી હું ખુશ છું. ઉપરાંત, સંસ્‍કૃતિએ જે રીતે બોલિંગ કરી તે જોવા જેવું હતું. તે રમતનો એક ભાગ છે. તમારે ફક્‍ત યોગ્‍ય કાર્યો વારંવાર કરવાની જરૂર છે.(૩૬-૯)

(2:38 PM IST)