<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઈનલમાં જીતના મક્કમ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે ભારતીય ટીમ :આ ખેલાડી થઈ શકે બહાર

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના કાલે પ્રથમ સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાનો મુકાબલો

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના પ્રથમ સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સાથે થવાનો છે. આ મેચ 4 માર્ચના રોજ દુબઈમાં રમાવાની છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજની ત્રણેય મેચ જીતીને સેમિફાઈનલમાં પહોંચી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા પણ આ ટૂર્નામેન્ટ એકપણ મેચ હારી નથી. જો કે, તેઓ માત્ર 1 મેચ જીત્યા છે, જ્યારે તેમની 2 મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમોની નજર સેમિફાઈનલમાં જીત મેળવીને ફાઈનલમાં પહોંચવા પર રહેશે. આ સાથે જ ટીમ ઈન્ડિયા પાસે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં મળેલી હારનો બદલો લેવાની તક પણ છે. આ મહત્વની મેચમાં ટીમ ઈન્ડિયા મજબૂત પ્લેઈંગ 11 સાથે મેદાન પર ઉતરશે. જેને લઈને તે પ્લેઈંગ 11માં બદલાવ પણ કરી શકે છે. જાણો આ મેચમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11.

ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઈનલ મેચમાં ઓપનિંગ જોડીમાં કોઈ ફેરફાર થાય તેની શક્યતા નથી. આ જવાબદારી રોહિત શર્મા અને શુભમન ગિલ જ સંભાળશે. ત્રીજા અને ચોથા નંબરે વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરનું બેટિંગ કરવા માટે આવવું નિશ્ચિત છે. ટીમ મેનેજમેન્ટ પાંચમા સ્થાને બદલાવ કરી શકે છે. તેઓ કેએલ રાહુલના સ્થાને ઋષભ પંતને તક આપી શકે છે. ટીમમાં ઓલરાઉન્ડર્સમાં હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલનું સ્થાન નિશ્ચિત છે. જ્યારે બોલિંગની જવાબદારી કુલદીપ યાદવ,વરુણ ચક્રવર્તી અને મોહમ્મદ શમી જવાબદારી સંભાળશે.

ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને મોહમ્મદ શમી.

(1:17 PM IST)