News of Wednesday, 5th March 2025
રોહિત શર્માએ કેપ્ટનશીપ હેઠળ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડઃ અન્ય કોઈ કેપ્ટનો ન કરી શક્યા એ કામ કરી બતાવ્યું
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા બે વર્ષના અંતરાલમાં આઇસીસી ટુર્નામેન્ટની ચોથી ફાઇનલ રમશે

નવી દિલ્હીઃ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા વધુ એક આઇસીસી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. હવે બીજું એક ખિતાબ ભારતથી બહુ દૂર નથી. જીત સાથે ભારતીય ક્રિકેટ ટીમ વધુ એક આઇસીસી ટ્રોફી જીતશે. એક એવું કામ જે આજ સુધી દુનિયાનો કોઈ કેપ્ટન કરી શક્યો નથી. રોહિત શર્માએ તે કામ પહેલાથી જ કરી દીધું છે અને તે પણ ફક્ત બે વર્ષના સમય ગાળામાં જ. રોહિત શર્મા હવે ચાર આઇસીસી ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે. એ બીજી વાત છે કે અત્યાર સુધી તેઓ આ ફાઇનલમાંથી ફક્ત એક જ જીતી શક્યા છે, પરંતુ બીજી ટ્રોફી પણ નજીક હોય તેવું લાગે છે. વર્ષ ૨૦૨૩ માં ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી હતી. જોકે, ત્યાં તેને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો. વર્ષ ૨૦૨૩ માં જ, ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ આઇસીસી વન-ડે વર્લ્ડકપની ફાઇનલ રમી હતી. આ સમયે પણ ભારતનો પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને હરાવીને આ ખિતાબ જીત્યો હતો.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
