<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

રોહિત - વિરાટની સેનાએ આશાઓ પર પાણી ફેરવી દીધું: ચેમ્‍પિયન્‍સ ટ્રોફીની ફાઈનલ પાકિસ્‍તાનમાં નહીં યોજાય

 

નવિ દિલ્‍હીઃ ભારતના ફાઇનલમાં પહોંચવાથી પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડને મોટો ફટકો પડ્‍યો છે. પાકિસ્‍તાન ચેમ્‍પિયન્‍સ ટ્રોફીનું આયોજન કરી રહ્યું છે, પરંતુ હવે નિર્ણય લેવામાં આવ્‍યો છે કે તેની ફાઇનલ પાકિસ્‍તાનમાં નહીં રમાય. આ આઇસીસી ટુર્નામેન્‍ટનું આયોજન કરી રહેલા દેશમાં કોઈ ટાઇટલ મેચ નહીં થાય તેનાથી વધુ શરમજનક વાત શું હોઈ શકે? ટીમ ઈન્‍ડિયાએ પાકિસ્‍તાનની બધી આશાઓ પર પાણી ફેરવી દીધું છે.  રોહિત શર્માની કેપ્‍ટનશીપ હેઠળ, ટીમ ઈન્‍ડિયા હવે ૯ માર્ચે યોજાનારી ફાઇનલમાં પહોંચી ગઈ છે.આઇસીસીએ પહેલાથી જ નિર્ણય લીધો હતો કે જો ટીમ ઈન્‍ડિયા ચેમ્‍પિયન્‍સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચે છે તો ફાઇનલ પાકિસ્‍તાનમાં નહીં યોજાય. પાકિસ્‍તાન આ ટુર્નામેન્‍ટનું યજમાન દેશ હોવા છતાં,બીસીસીઆઇએ ટીમ ઈન્‍ડિયાને પાકિસ્‍તાન મોકલવાનો ઇનકાર કર્યો હતો જયારે આઇસીસી દ્વારા ચેમ્‍પિયન્‍સ ટ્રોફીનું શેડ્‍યૂલ જાહેર કરવામાં આવ્‍યું ત્‍યારે કહેવામાં આવ્‍યું હતું કે એક સેમિફાઇનલ લાહોરના ગદ્દાફી સ્‍ટેડિયમમાં અને ભારતની સેમિફાઇનલ દુબઈમાં યોજાશે. એવું પણ કહેવામાં આવ્‍યું હતું કે જો ભારત ફાઇનલમાં પહોંચે છે તો ટાઇટલ મુકાબલો પણ દુબઈ ઇન્‍ટરનેશનલ સ્‍ટેડિયમમાં જ યોજાશે. પરંતુ જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચવામાં અસમર્થ રહે તો ફાઇનલ લાહોરમાં જ રમાશે. ટીમ ઈન્‍ડિયાની જીત સાથે, ફાઈનલનું સ્‍થળ પણ નક્કી થઈ ગયું છે. તારીખ પહેલાથી જ ૯ માર્ચ નક્કી કરવામાં આવી હતી.

(4:55 PM IST)