<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

રોહિત રપ થી ૩૦ ઓવર સુધી બેટીંગ કરે

તો ભારતનો સ્‍કોર ૧૮૦-ર૦૦ની આસપાસ હશે, ટીમનો સ્‍કોર ૩પ૦ કે તેનાથી વધુએ પહોંચી શકે છેઃ સુનીલ ગાવસ્‍કર

 

નવી દિલ્‍હીઃ રોહિત શર્માની કેપ્‍ટનશીપમાં ટીમ ઇન્‍ડિયા ચેમ્‍પિયન્‍સ ટ્રોફી ૨૦૨૫ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમ ઇન્‍ડિયાએ આ ટુર્નામેન્‍ટમાં એક પણ મેચ હારી નથી. ફાઇનલમાં ટીમ ઇન્‍ડિયા પહોંચવા છતાં રોહિત શર્માથી સુનિલ ગાવસ્‍કર રાજી નથી. ગાવસ્‍કરે કહ્યું કે, રોહિત શર્માએ ૨૫-૩૦ રન બનાવીને ખુશ થવું જોઈએ નહીં. તેણે ૨૫ ઓવર સુધી બેટિંગ કરવી જોઈએ.

સુનિલ ગાવસ્‍કરે ઇન્‍ડિયા ટુડે સાથે વાતચીત દરમિયાન કહ્યું, જો રોહિત શર્મા ૨૫ ઓવર પણ બેટિંગ કરે છે, તો ભારત ૧૮૦-૨૦૦ની આસપાસ હશે. જો તે આ દરમિયાન ૧-૨ વિકેટ જ ગુમાવશે તો વિચારો કે, તે શું કરી શકે છે. તે ૩૫૦ કે તેનાથી વધુનો સ્‍કોર બનાવી શકે છે.

સુનિલ ગાવસ્‍કરે આગળ કહ્યું, તેણે પણ આના પર થોડો વિચાર કરવાની જરૂર છે. આક્રમક રીતે રમવું એક વાત છે, પરંતુ ૨૫-૩૦ ઓવર સુધી બેટિંગ કરવાની તક આપવા માટે ક્‍યાંકને ક્‍યાંક થોડો વિવેક હોવો જોઈએ. જો તે આવું કરે છે, તો રમતને બીજી ટીમથી ઘણી દૂર લઈ જઈ શકે છે. આ પ્રકારનો પ્રભાવ મેચને જીતવા વાળો હોય છે.

ગાવસ્‍કરે કહ્યું મને લાગે છે કે, એક બેટ્‍સમેન તરીકે શું તમે ૨૫-૩૦ રન બનાવીને ખુશ છો? તમારે રાજી ન થવું જોઈએ! એટલા માટે તેને હું એ જ કહીશ કે જો તમે સાત, આઠ કે નવ ઓવરની જગ્‍યાએ ૨૫ ઓવર સુધી બેટિંગ કરશો તો ટીમ પર તમારો પ્રભાવ વધુ પડશે.

(4:01 PM IST)