<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

ર3મીએ ચેન્નાઇ સામેના પ્રથમ મેચમાં સુર્યકુમાર હશે કેપ્‍ટન

મુંબઇઃ આઇપીએલને શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે મુંબઇ ઇન્‍ડીયન્‍સે તેની પહેલી મેચની કમાન હવે સુર્યકુમાર યાદવને સોપવાનો નિર્ણય લીધો છે. હાર્દિક પંડયા પર એક મેચનો પ્રતિબંધ હોવાને કારણે સુર્યકુમાર યાદવે આઇપીએલમાં મુંબઇ ઇન્‍ડિયન્‍સની પહેલી મેચમાં કેપ્‍ટન્‍સી સોપવાનો નિર્ણય લેવાયો છે. મુંબઇ ઇન્‍ડીયન્‍સ આઇપીએલની પ્રથમ મેચ ચેન્નઇ સુપર કિંગ્‍સ સામે ર3 માર્ચના રોજ રમશે. હાર્દિક પંડયા પર એક મેચનો પ્રતિબંધ હોવાથી તે આ મેચ રમી શકશે નહી. બાદમાં બીજી મેચથી હાર્દિક પંડયા ફરી પાછો મુંબઇ ઇન્‍ડીયન્‍સની કેપ્‍ટનશીપ કરશે.

(4:21 PM IST)