<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

આ વખતે કોણ બનશે ચેમ્‍પિયન? : ધૂમધડાકા સાથે આજથી આઇપીએલનો પ્રારંભઃ રંગારંગ સમારોહ

ઇડન ગાર્ડનમાં સાંજે ૬ વાગ્‍યાથી ઉદ્‌ઘાટન સમારોહઃ આજે કોલકતા વિ.બેંગ્‍લોર, કાલે હૈદરાબાદ વિ.રાજસ્‍થાન અને ચેન્નાઇ વિ.મુંબઇ વચ્‍ચે મહામુકાબલાઃ ક્રિક્રેટ પ્રેમીઓને જલ્‍સો, મોજ પડી જશેઃ ૧૩ શહેરોમાં ૭૪ મેચો રમાશે

કોલકાતાઃ આઇપીએલનો રંગારંગ ઉદ્ધાટન સમારોહ સાથે શરૂઆત થશે. પ્રથમ મેચ ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોર વચ્‍ચે રમાશે. આ મેચ કોલકાતાના પ્રખ્‍યાત ઇડન ગાર્ડન્‍સ સ્‍ટેડિયમમાં યોજાશે. મેચ પહેલાં એક ભવ્‍ય ઉદ્ધાટન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેમાં બોલિવૂડના કેટલાક મોટા સ્‍ટાર્સ પોતાની કલા રજૂ કરશે.

સાંજે ૬ વાગ્‍યાથી રંગારંગ સમારોહનો પ્રારંભ થશે. આ સમારોહમાં બોલિવૂડની પ્રખ્‍યાત ગાયિકા શ્રેયા ઘોષાલ, પંજાબી ગાયક કરણ ઔજલા અને બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી પરફોર્મન્‍સ આપશે. આ ત્રણેય કલાકારો દર્શકોનું મનોરંજન કરશે અને સિઝનની શરૂઆતને યાદગાર બનાવશે.

આવતીકાલે ર૩મીના બે મેચ રમાશે. બપોરે ૩:૩૦ વાગ્‍યાથી કોલકતા અને બેંગ્‍લોર તેમજ સાંજે ૭:૩૦ થી ચેન્નાઇ અને મુંબઇ વચ્‍ચે મેચ રમાનાર છે.

(11:43 AM IST)