News of Saturday, 22nd March 2025
નવા કેપ્ટન ઋષભ પંતના નેતૃત્વમાં લખનઉ સુપરજાયન્ટ્સ રમવા છે તૈયાર

નવી દિલ્હી:IPL 2025 સીઝન શનિવારથી શરૂ થશે. આ વખતે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) તેમના નવા કેપ્ટન ઋષભ પંતના નેતૃત્વમાં પોતાનું પહેલું ટાઇટલ જીતવાનું લક્ષ્ય રાખશે. પાછલી સિઝનમાં ખરાબ પ્રદર્શન અને સાતમા સ્થાને રહ્યા બાદ, ટીમે IPL હરાજીમાં પોતાની રણનીતિ બદલી. LSG એ પંતને રેકોર્ડ 27 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો, જેનાથી તે IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. પંત તેમના નેતૃત્વમાં ટીમને એક નવી દિશા આપશે તેવી અપેક્ષા છે અને તેમના નેતૃત્વમાં, LSG અત્યાર સુધીની સૌથી મજબૂત ટીમ બની છે અને તેના પ્રથમ ખિતાબની શોધમાં છે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
