News of Saturday, 22nd March 2025
સુનીલ નારાયણ હિટ વિકેટ થયો છતાં પણ આઉટ નહીં અપાતા સર્જાયો વિવાદ: જાણો શું છે નિયમ
સુનિલ નારાયણને અમ્પાયર દ્વારા તેને આઉટ ન આપવો એ નિયમોની વિરુદ્ધ નથી પણ નિયમો મુજબ છે : જાણૉ કેમ ?

કોલકતા :શનિવારથી IPLની 18મી સીઝન શરૂ થઈ છે. પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે અને પહેલી જ મેચમાં વિવાદ થયો હતો. સુનીલ નારાયણ આનું કારણ હતો. નરેનનો પગ વિકેટને સ્પર્શી ગયો હતો. જોકે તેને હિટ વિકેટ આઉટ આપવામાં આવ્યો ન હતો
કેટલાક લોકો કહી રહ્યા છે કે આ ખોટું છે. સામાન્ય રીતે જ્યારે કોઈ બેટ્સમેન પોતાના બેટ અથવા શરીરના કોઈપણ ભાગથી વિકેટને હિટ કરે છે ત્યારે તેને હિટવિકેટ આઉટ આપવામાં આવે છે. જોકે નરેનના કિસ્સામાં આવું બન્યું નથી. અમ્પાયર દ્વારા તેને આઉટ ન આપવો એ નિયમોની વિરુદ્ધ નથી પણ નિયમો મુજબ છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની ઇનિંગની આઠમી ઓવરમાં નરેનનો પગ સ્ટમ્પને સ્પર્શી ગયો હતો. પરંતુ તેને આઉટ આપવામાં આવ્યો નહીં. આ બોલ RCB બોલર રશિક સલામ ડારે ફેંક્યો હતો, જે વાઈડ હતો. નરેને બોલને તેના બેટ પર ઓફ સ્ટમ્પની બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ચૂકી ગયો અને બોલ વાઈડ ગયો. આ દરમિયાન તેનો પગ સ્ટમ્પ સાથે અથડાયો હતો. આ ઘટના ઓવરના ચોથા બોલ પર બની હતી. અમ્પાયરે તેને આઉટ ન આપ્યો.
અમ્પાયરનો આઉટ ન આપવાનો નિર્ણય સંપૂર્ણપણે નિયમો અનુસાર છે. આ આઉટ આપવામાં આવ્યો ન હતો કારણ કે અમ્પાયરે બોલને પહેલાથી જ વાઈડ જાહેર કરી દીધો હતો. MCC નિયમ 35.1.1 મુજબ જો બોલ ડેડ ન હોય તો બેટ્સમેન હિટ વિકેટ આઉટ થાય છે. અમ્પાયરના નિર્ણય પછી બોલ ડેડ થઈ જાય છે અને અહીં પણ એવું જ બન્યું. અમ્પાયરે બોલને વાઈડ જાહેર કર્યો અને ત્યારબાદ નરેનનો પગ સ્ટમ્પ સાથે અથડાયો હતો. આ કારણોસર તેને આઉટ આપવામાં આવ્યો ન હતો.
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
