તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Monday, 24th March 2025
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી : ગ્રેડ એ પ્લસ માટે ખેલાડીઓને 7 કરોડ રુપિયા ગ્રેડ એ કેટેગરીમાં 5 કરોડ , ગ્રેડ બીમાં 3 કરોડ અને ગ્રેડ સીમાં સામેલ ખેલાડીઓને 1 કરોડ રુપિયા વર્ષના મળશે
આ વખતે કુલ 16 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો : કેપ્ટન હરમનપ્રીત, સ્મૃતિ મંધાના,દીપ્તી શર્મા, રેણુકા ઠાકુર, જેમિમા રોડ્રિગ્સ, ઋચા ધોષ,શેફાલી વર્મા, યસ્તિકા ભાટિયા, રાધા યાદવ, શ્રેયંક પાટિલ, તિતાસુ સાધુ, અરુંધતિ રેડ્ડી, અમનજોત કૌર ઉમા છત્રી, સ્નેહા રાણા અને પુજા વસ્ત્રાકરનો સમાવેશ

નવી દિલ્હી તા.૨૪ :
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ વખતે કુલ 16 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાંથી 3 ખેલાડીઓને ગ્રેડ A માં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે, 4 ખેલાડીઓ ગ્રેડ Bનો ભાગ છે અને 9 ખેલાડીઓ ગ્રેડ Cનો ભાગ છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વર્ષે 2004-25 માટે મહિલા ક્રિકેટર્સના નવા કોન્ટ્રાક્ટ લિસ્ટની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ આ વખતે ટીમ ઈન્ડિયાની કુલ 16 મહિલા ખેલાડીઓને આમાં સ્થાન આપ્યું છે,
બીસીસીઆઈએ મહિલા ક્રિકેટર્સના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટને 3 ભાગ પાડ્યા છે. 17માંથી 3 ખેલાડીઓને ગ્રેડ એમાં રાખ્યા છે. ગ્રેડ બીમાં 4 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ સિવાય 9 ખેલાડીઓને ગ્રેડ સીમાં રાખવામાં આવ્યા છે. આ કોન્ટ્રાક્ટ 1 ઓક્ટોબર 2024 થી 30 સપ્ટેબર 2025 સુધી છે.
બીસીસીઆઈએ ગ્રેડ એમાં કેપ્ટન હરમનપ્રીત સિવાય સ્મૃતિ મંધાના અને દીપ્તી શર્માને રાખ્યા છે. તેમજ બી ગ્રેડમાં 4 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ 4 ખેલાડીમાં રેણુકા ઠાકુર, જેમિમા રોડ્રિગ્સ, ઋચા ધોષ અને શેફાલી વર્મા છે.
આ સિવાય યસ્તિકા ભાટિયા, રાધા યાદવ, શ્રેયંક પાટિલ, તિતાસુ સાધુ, અરુંધતિ રેડ્ડી, અમનજોત કૌર ઉમા છત્રી, સ્નેહા રાણા અને પુજા વસ્ત્રાકરને પણ ગ્રેડ સીમાં રાખવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પ્રેસ રિલીઝ કરી આની જાહેરાત કરી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ ગ્રેડ એમાં સામેલ હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને દીપ્તી શર્માને 50-50 લાખ રુપિયા મળશે.
રેણુકા ઠાકુર,જેમિમા રોડ્રેગ્સ, ઋચા ધોષ અને શેફાલી વર્માને 30-30 લાખ રુપિયા આપવામાં આવશે. આ સિવાય ગ્રેડ સીમાં સામેલ તમામ 9 ખેલાડીને વર્ષના 10-10 લાખ રુપિયા મળશે. ગત્ત વર્ષે ત્રણેય ગ્રેડ માટે આ રકમ આપવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, બીસીસીઆઈ મહિલા અને પુરુષ ખેલાડી ને એક મેચ ફી આપે છે પરંતુ સેન્ટ્રલ કોન્ટ્રક્ટમાં ખુબ મોટું અંતર છે. પુરુષ ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં 4 કેટેગરી છે.
જેમાં ગ્રેડ એ પ્લસ પણ છે. આ ગ્રેડ માટે ખેલાડીઓને 7 કરોડ રુપિયા મળે છે. ગ્રેડ એ કેટેગરીમાં 5 કરોડ રુપિયા, ગ્રેડ બીમાં 3 કરોડ રુપિયા અને ગ્રેડ સીમાં સામેલ ખેલાડીઓને 1 કરોડ રુપિયા વર્ષના મળે છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
