<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

ટીમ ઈંડિયાના ઓસ્ટ્રેલિયાના પ્રવાસનું શેડ્યુલ જાહેર : ઓક્ટોબર-નવેમ્બરમાં કુલ 8 શહેરોમાં 8 મેચ રમાશે

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 19 ઓક્ટોબરથી શરૂ થશે અને 8 નવેમ્બર સુધી ચાલુ રહેશે: 3 ODI મેચની શ્રેણી ઉપરાંત 5 T20 મેચની શ્રેણી રમાશે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારતની યજમાની માટેનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે ભારતીય ટીમ 8 મેચની સફેદ બોલ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. આ પ્રવાસ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં થશે, જેમાં 3 ODI મેચની શ્રેણી ઉપરાંત 5 T20 મેચની શ્રેણી રમાશે. 

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 19 ઓક્ટોબરથી શરૂ થશે અને 8 નવેમ્બર સુધી ચાલુ રહેશે. વ્હાઇટ બોલ સિરીઝની તમામ આઠ મેચ ઓસ્ટ્રેલિયાના 8 શહેરોમાં રમાશે. ODI શ્રેણીની ત્રણેય મેચ પર્થ, એડિલેડ અને સિડનીમાં રમાશે. ટી20 શ્રેણીની મેચો કેનબેરા, મેલબોર્ન, હોબાર્ટ, ગોલ્ડ કોસ્ટ અને બ્રિસ્બેનમાં યોજાશે.

બોર્ડર ગાવસ્કર ટ્રોફી સમાપ્ત થયા પછી, વિરાટ કોહલી અને રોહિત શર્માના ઓસ્ટ્રેલિયા પ્રવાસ અંગે સસ્પેન્સ હતું. એવી અટકળો હતી કે તે ટેસ્ટ શ્રેણી સાથે તેણે ઓસ્ટ્રેલિયાનો છેલ્લો પ્રવાસ પણ પૂર્ણ કર્યો હતો. પરંતુ હવે વ્હાઇટ બોલ સિરીઝનું શેડ્યૂલ જાહેર થતાં, તેના ફરીથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જવાની આશા જાગી છે.

વિરાટ અને રોહિત બંને ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર વનડે શ્રેણી માટે આ બંનેની પસંદગી થઈ શકે છે. રોહિત શર્મા વનડે ટીમનો કેપ્ટન પણ છે. ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તે ભારતીય ટીમનો કેપ્ટન બને તેવી અપેક્ષા છે

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ

વનડે શ્રેણી

19 ઓક્ટોબર – પહેલી મેચ, પર્થ (દિવસ-રાત્રિ)

23 ઓક્ટોબર – બીજી મેચ, એડિલેડ (ડે-નાઈટ)

25 ઓક્ટોબર – ત્રીજી મેચ, સિડની (ડે-નાઈટ)

ટી20 શ્રેણી

29 ઓક્ટોબર – પહેલી મેચ, કેનબેરા

31 ઓક્ટોબર – બીજી મેચ, મેલબોર્ન

2 નવેમ્બર – ત્રીજી મેચ, હોબાર્ટ

6 નવેમ્બર – ચોથી મેચ, ગોલ્ડ કોસ્ટ

8 નવેમ્બર – ૫મી મેચ, બ્રિસ્બેન

 

(9:50 PM IST)