News of Wednesday, 16th April 2025
સાગરિકા ઘાટગે અને ઝહીર ખાનનું ઘર લગ્નના 8 વર્ષ બાદ કિકિયારીથી ગુંજી ઉઠ્યું : જાણો બાળકનું શું રાખ્યું નામ
સાગરિકાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી કે તેમના ઘરે બેબી બોયનું આગમન થયું: સાગરિકા ઘાટગેએ શાહરુખ ખાનની ફિલ્મ ચક દે ઈન્ડિયાથી બોલિવુડમાં તેમની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે અનેક ફિલ્મો કરી

મુંબઈ : અભિનેત્રી સાગરિકા ઘાટગે અને ઝહીર ખાનનું કિકિયારીથી ગુંજી ઉઠ્યું છે. લગ્નના 8 વર્ષ બાદ સાગરિકા ઘાટગે ખાને બેબી બોયને જન્મ આપ્યો છે. તેમણે બાળકની તસવીર સાથેની પોસ્ટ કરી છે. આ સાથે તેમણે બાળકનું નામ પણ શેર કર્યું છે.
સાગરિકા ઘાટગે ખાન અને ઝહીર ખાને 16 એપ્રિલની વહેલી સવારે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી અને આ આનંદના સમાચાર ચાહકો સાથે શેર કર્યા હતા. સાગરિકાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી કે તેમના ઘરે બેબી બોયનું આગમન થયું છે. જેનું નામ ફતેહસિંહ ખાન છે.
ઝહીર ખાન હાલ આઈપીએલ 2025 માં વ્યસ્ત છે. તેઓ આ સિઝનમાં લખનઉ સુપર જાઈન્ટસના બોલિંગ કોચ છે. આ સિઝનમાં તેમની કોચિંગમાં ટીમ અત્યાર સુધી 7 મેચ રમી છે, જેમાંથી 4 મેચ જીતી છે. હાલ તેમની ટીમ આઈપીએલ પોઈન્ટ ટેબલમાં પાંચમા નંબરે છે.
સાગરિકા ઘાટગેએ શાહરુખ ખાનની ફિલ્મ ચક દે ઈન્ડિયાથી બોલિવુડમાં તેમની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે અનેક ફિલ્મો કરી, પરંતુ જાણીતા ભારતીય ક્રિકેટર ઝહીર ખાન સાથે લગ્ન બાદ તેણે એક્ટિંગ કરિયરમાંથી વિદાય લઈ લીધી.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
