<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

BCCI કોન્ટ્રાક્ટ લિસ્ટ 2025 જાહેર : શ્રેયસ અને ઈશાનની વાપસી : 5 ખેલાડીઓ બહાર : જુઓ સંપૂર્ણ લિસ્ટ

ભારતીય ક્રિકેટરો માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની 4 કેટેગરી : ખેલાડીઓને તેમની શ્રેણી મુજબ મળશે કરોડો રૂપિયા

મુંબઈ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે ખેલાડીઓ સાથેની 2025 ની કોન્ટ્રાક્ટ લિસ્ટની જાહેરાત કરી દીધી છે, જેમાં ઈશાન કિશન અને શ્રેયસ ઐયરની વાપસી થઈ છે. BCCI ભારતીય ક્રિકેટરો માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની 4 કેટેગરી બનાવે છે, જેમાં ગ્રેડ A+ ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ રૂપિયા, ગ્રેડ A ખેલાડીઓને 5 કરોડ રૂપિયા, ગ્રેડ B ખેલાડીઓને 3 કરોડ રૂપિયા અને ગ્રેડ C ખેલાડીઓને વાર્ષિક 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે.

BCCI ની 2025 સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ:

 * ગ્રેડ A+: રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.

 * ગ્રેડ A: ઋષભ પંત, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા.

 * ગ્રેડ B: સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જાયસ્વાલ અને શ્રેયસ ઐયર.

 * ગ્રેડ C: રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, સરફરાઝ ખાન, નીતિશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, આકાશદીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને રજત પાટીદાર.

જો 2024 ની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટની વાત કરીએ તો, તેમાં આર અશ્વિન અને જીતેશ શર્મા સહિત 5 ખેલાડીઓને આ વર્ષની લિસ્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે. ઈશાન કિશન અને શ્રેયસ ઐયરે ફરીથી આ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.

 

(12:07 PM IST)