<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

બટલરે જ મને કહયું હતું કે તુ મારી સદીની ચિંતા ન કરઃ મેચ જીતાડવા પર ધ્‍યાન આપજે

રાહુલ તેવટીયાએ જોસ બટલરની સદી પુરી કરવા કેમ ન દીધી તે અંગે જવાબ આપ્‍યો

નવી દિલ્‍હીફ રાહુલ તેવટિયાએ બે બોલમાં એક ફોર અને સિક્‍સ મારીને ગુજરાત ટાઇટન્‍સને જીત અપાવી હતી. જો કે, ત્‍યાર બાદ એક સવાલ ઉઠી રહ્યો છે કે, આખરે કેમ રાહુલ તેવટિયાએ જોસ બટલરને સદી પૂરી કરવા દીધી નહીં.

તેવટિયાએ ગુજરાતને જીત અપાવ્‍યા બાદ કહ્યું, એવું નહોતું કે મને માત્ર યોર્કરની આશા હતી, પરંતુ જે રીતે તેણે ગત મેચમાં યોર્કર ફેંકીને આઠ રન બચાવ્‍યાં હતા, મને આશા હતી કે તે યોર્કર પર ટકી રહેશે. મારો આશય માત્ર બોલને જોઈને તેને મારવાનો હતો. પછી તે લેન્‍થ હોય કે યોર્કર.

 તેવટિયાએ કહયું કે, બટલરે તેને છેલ્લી ઓવરમાં સ્‍ટ્રાઇક પાછી આપવાની જગ્‍યાએ શોટ રમવાનું કહ્યું હતુ. તેવટિયાએ કહ્યું, તેણે (બટલરે) મને માત્ર એક વાત કહી, જ્‍યારે છેલ્લી ઓવરમાં ૧૦ રનની જરૂર હતી. મારી સદીની ચિંતા ન કરતો. તેણે કહ્યું કે મને ખબર છે કે, તું તારા માઇન્‍ડમાં ખૂબ ક્‍લિયર છો. માત્ર પોતાની યોજનાને અમલમાં લાવી સદીની ચિંતા કર્યા વગર મેચ જીતાડવા પર ધ્‍યાન આપ

(3:14 PM IST)