તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૩ બુધવાર
News of Tuesday, 22nd April 2025
PSLના ટોપ ૧૦ ખેલાડીઓ જેટલું કમાય છેઃ એટલી તો એકલા ‘કિંગ કોહલી'ની છે સેલેરી
વિરાટ તો વિરાટ કહેવાય ભાઇ!

નવી દિલ્હીઃ જ્યારે પણ ટી-૨૦ ક્રિકેટ લીગની વાત આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ઈન્ડિયન પ્રીમિયર લીગ નું આવે છે. આઇપીીએલ વિશ્વની સૌથી પોપ્યુલર અને સફળ લીગ છે. વિશ્વની કોઈ અન્ય ટી૨૦ લીગ તેની આસપાસ પણ નથી. એક અલગ વાત એ છે કે પાકિસ્તાની ક્રિકેટપ્રેમીઓ તેમના દેશમાં રમાતી લીગ પીએસએલની સરખામણી આઇપીએલ સાથે કરતા રહે છે. પરંતુ સત્ય એ છે કે આઇપીએલની સામે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) ખૂબ જ નાની છે. આનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે પીએસએલના ટોપ-૧૦ ખેલાડીઓને મળીને પણ એટલી સેલેરી નથી મળતી, જેટલી વિરાટ કોહલી આઇપીએલમાં એક સિઝનમાં લે છે.
આઇપીએલની શરૂઆત ૨૦૦૮માં થઈ હતી. ત્યારબાદ ૨૦૧૬માં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પીએસએલનું આયોજન શરૂ કર્યું. આ વર્ષે આઇપીએલ અને પીએસએલ એકસાથે રમાઈ રહી છે. આ કારણે પણ બંને લીગમાં ખેલાડીઓના પરફોર્મન્સ, પૈસા અને પ્રાઈઝમનીની સરખામણી થઈ રહી છે. અહીં જણાવી દઈએ કે, પીએસએલમાં મોટાભાગના વિદેશી ખેલાડીઓ એવા હોય છે, જેમને આઇપીએલમાં સ્થાન નથી મળતું અથવા જેઓ અનસોલ્ડ રહી જાય છે.
પીએસએલના ટોપ-૧૦ ખેલાડીઓને કુલ ૧૯.૪૯ કરોડ રૂપિયા મળે છે. જ્યારે આઇપીએલ સાથે આની સરખામણી કરીએ તો ભારતીય ટી૨૦ લીગમાં ઓછામાં ઓછા ૬ ખેલાડીઓનો પગાર ૨૦ કરોડથી વધુ છે. આમાં ઋષભ પંત (રૂા.૨૭ કરોડ), શ્રેયસ ઐયર (રૂા.૨૬.૭૫ કરોડ), વેંકટેશ ઐયર (રૂા.૨૩.૭૫ કરોડ), હેનરિક ક્લાસેન (રૂા.૨૩ કરોડ), નિકોલસ પૂરન (રૂા.૨૧ કરોડ) અને વિરાટ કોહલી (રૂા.૨૧ કરોડ)નો સમાવેશ થાય છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
