News of Thursday, 24th April 2025
મુંબઈ ટીમની પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ :ગુજરાત ટોચના સ્થાને : દિલ્હીને 12 પોઇન્ટ : જાણો પોઇન્ટ ટેબલની સ્થિતિ
હૈદરાબાદની ટીમ વધુ એક હાર સાથે નવમા સ્થાને :આગામી મેચોમાં પોઈન્ટ્સ ટેબલમાં વધુ ફેરફાર થશે જેનાથી પ્લેઓફની રેસ વધુ રોમાંચક બનશે.

મુંબઈ :આઈપીએલ 2025માં 23 એપ્રિલના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. આ મેચમાં મુંબઈની ટીમે હૈદરાબાદની ટીમને 7 વિકેટથી માત આપી હતી. આ મેચમાં જીત સાથે જ મુંબઈનની ટીમે પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે અને તેઓ 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ વધુ એક હાર સાથે નવમા સ્થાને છે.
IPL 2025 હવે ખૂબ જ રોમાંચક તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે, જ્યાં દરેક મેચ બાદ પોઈન્ટ્સ ટેબલમાં મોટી અસર જોવા મળી રહી છે. ટોચના ચાર સ્થાન માટે જંગ વધુ તીવ્ર બની ગઈ છે અને દરેક ટીમ હવે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે પૂર્ણ પ્રયાસ કરી રહી છે. આગામી મેચોમાં પોઈન્ટ્સ ટેબલમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે, જેનાથી પ્લેઓફની રેસ વધુ રોમાંચક બનશે.
41મી મેચ પછી પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે?
ગુજરાત ટાઈટન્સ 8માંથી 6 મેચ જીતીને 12 પોઈન્ટ્સ અને +1.104ના સૌથી સારા નેટ રન રેટ સાથે ટોચના સ્થાને છે.
દિલ્હી કેપિટલ્સ પણ 8માંથી 6 જીત સાથે 12 પોઈન્ટ્સ ધરાવે છે અને +0.657ના નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે.
મુંબઈ ઈન્ડિયન્સએ શાનદાર કમબેક કર્યું છે. 9માંથી 5 જીત મેળવી અને +0.673ના નેટ રન રેટના સાથે તેઓ ત્રીજા સ્થાને પહોંચી ગયા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 8માંથી 5 મેચ જીત અને 10 પોઈન્ટ્સ તેમજ +0.472ના રનરેટ સાથે ચોથા સ્થાને છે.
પંજાબ કિંગ્સ 8માંથી 5 મેચ જીત અને 10 પોઈન્ટ્સ તેમજ +0.177ના રનરેટ સાથે પાંચમા સ્થાને છે.
લખનઉ સુપર જાયન્ટ્સ 9માંથી 5 મેચ જીતીને 10 પોઈન્ટ્સ સાથે છઠ્ઠા સ્થાને છે, તેમનો નેટ રન રેટ -0.054 છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ 3 જીત સાથે 6 પોઈન્ટ્સ ધરાવે છે અને તેમનો નેટ રન રેટ +0.212 છે.
રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ - આ ત્રણેય ટીમોના 4 પોઈન્ટ્સ છે અને તેઓ ટેબલના તળિયે છે. તેમનો નેટ રન રેટ પણ નેગેટિવ છે.
પોઇન્ટ ટેબલની સ્થિતિ
ક્રમટીમમેચજીતહારપોઈન્ટ્સનેટ રન રેટ (NRR)1ગુજરાત ટાઈટન્સ862121.1042દિલ્હી કેપિટલ્સ862120.6573મુંબઈ ઈન્ડિયન્સ954100.6734રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ853100.4725પંજાબ કિંગ્સ853100.1776લખનૌ સુપર જાયન્ટ્સ95410-0.0547કોલકાતા નાઈટ રાઈડર્સ83560.2128રાજસ્થાન રોયલ્સ8264-0.6339સનરાઈઝર્સ હૈદરાબાદ8264-1.36110ચેન્નાઈ સુપર કિંગ્સ8264-1.392
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
