<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી 61 IPL મેચોમાં 60 ઇનિંગ્સમાં 1914 રન બનાવ્યા : સચિન તેંડુલકરને પાછળ છોડી દેશે હવે જયસ્વાલ પાસે આગામી બે ઇનિંગ્સમાં 86 રન બનાવવાની જરૂર

યશસ્વી જયસ્વાલ 2020 થી IPL માં રમી રહ્યો છે અને તેણે અત્યાર સુધી 61 IPL મેચોમાં કુલ 1914 રન બનાવ્યા છે,જેમાં બે સદી અને 13 અડધી સદી બનાવવા આવી છે

નવી દિલ્હી તા.૨૪ :યશસ્વી જયસ્વાલ શાનદાર ફોર્મમાં છે અને તેના બેટમાંથી રન પણ આવી રહ્યા છે. આંકડા આ વાતની સાક્ષી આપી રહ્યા છે. છેલ્લી 5 IPL મેચોમાંથી તેણે ચારમાં અડધી સદી ફટકારી છે. હવે તે આજની RCB સામેની મેચમાં સારું પ્રદર્શન કરવા મેદાને ઉતરશે. જયસ્વાલ IPLમાં  2 હજાર રન પૂરા કરવાની ખૂબ નજીક છે અને તે આજની મેચમાં પૂરા કરી પણ શકે એમ છે.

યશસ્વી પાસે સચિનને ​​પાછળ છોડવાની સુવર્ણ તક

યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી 61 IPL મેચોમાં 60 ઇનિંગ્સમાં 1914 રન બનાવ્યા છે. તે 2000 IPL રન પૂરા કરવાથી માત્ર 86 રન દૂર છે. હવે જો તે આજની RCB સામેની મેચમાં અથવા રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં 86 રન બનાવે છે, તો તે મહાન સચિન તેંડુલકરને પાછળ છોડી દેશે. સચિને 63 ઇનિંગ્સમાં 2000 IPL રન પૂરા કર્યા હતા. હવે જયસ્વાલ પાસે આગામી બે ઇનિંગ્સમાં 86 રન બનાવવાની અને 62 IPL ઇનિંગ્સમાં 2000 રન પૂરા કરીને સચિનને ​​પાછળ છોડી દેવાની તક છે.

 

યશસ્વી જયસ્વાલ 2020 થી રમી રહ્યો છે IPL

યશસ્વી જયસ્વાલ 2020 થી IPL માં રમી રહ્યો છે અને તેણે અત્યાર સુધી 61 IPL મેચોમાં કુલ 1914 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને 13 અડધી સદી તેમના બેટમાંથી આવી છે. તેણે IPL માં કુલ 223 ચોગ્ગા અને 81 છગ્ગા ફટકાર્યા છે.

 

રાજસ્થાન રોયલ્સ ટીમ 8મા ક્રમે

રાજસ્થાન રોયલ્સ ટીમનું પ્રદર્શન ચાલુ સિઝનમાં ખુબજ ખરાબ રહ્યું છે. ટીમે ચાલુ સિઝનમાં અત્યાર સુધી કુલ 8 મેચ રમી છે, જેમાંથી તેણે ફક્ત બે જ જીતી છે અને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ચાર પોઈન્ટ સાથે તેનો નેટ રન રેટ માઈનસ 0.633 છે. હાલમાં પ્લેઓફમાં પહોંચવાની તેની શક્યતા ઘણી ઓછી છે. તે પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે.

(3:56 PM IST)