<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે બે નવી પહેલ શરૂ : 2036 ઓલિમ્પિકની તૈયારીઓ બની ઝડપી

નવિ દિલ્હી:  રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ દેશના રમતગમત ક્ષેત્રને મજબૂત બનાવવા માટે બે મુખ્ય પહેલનું ઉદ્ઘાટન કર્યું. આમાં નેશનલ સેન્ટર ફોર સ્પોર્ટ્સ સાયન્સ એન્ડ રિસર્ચ (NCSSR) ખાતે "રીટર્ન ટુ સ્પોર્ટ્સ સેલ" અને ડિજીલોકર દ્વારા સ્પોર્ટ્સ સર્ટિફિકેટનું ડિજિટલાઇઝેશન શામેલ છે. માંડવિયાએ કહ્યું કે સરકાર દેશના રમતગમત ક્ષેત્રને ઝડપથી આગળ લઈ જઈ રહી છે. હવે ખેલાડીઓ ડિજીલોકર દ્વારા ડિજિટલ સ્વરૂપમાં તેમના પ્રમાણપત્રો સરળતાથી મેળવી શકશે. આનાથી વહીવટી કાર્ય ઝડપી બનશે અને ખેલાડીઓને સમયસર આર્થિક મદદ મળશે.તેમણે કહ્યું, "આનાથી પારદર્શિતા વધશે અને રમતગમત સંઘોમાં ભ્રષ્ટાચાર નહીં થાય. દરેક સંઘની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે."મંત્રીએ કહ્યું કે દરેક રમતગમત સંઘ સાથે કોર્પોરેટ ભાગીદારી કરવામાં આવી રહી છે, જેથી સંસાધનોની અછત ન રહે અને કામની ગતિ વધે. આ ઉપરાંત, દરેક રમત માટે અલગ ઓલિમ્પિક તાલીમ કેન્દ્રો બનાવવામાં આવશે.માંડવિયાએ કહ્યું, "મેં વિશ્વના ઘણા દેશોના રમતગમત મોડેલોનો અભ્યાસ કર્યો છે. હવે અમે ભારતમાં આવી સિસ્ટમ લાગુ કરવા તરફ કામ કરી રહ્યા છીએ."

 

(5:35 PM IST)