<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

IPL 2025 પોઈન્ટ ટેબલની સ્થિતિ બદલાઈ ગઈ: કોલકાતાની સફર લગભગ પૂરી થઈ : જુઓ સંપૂર્ણ યાદી

KKR અને CSK વચ્ચે રમાયેલી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં મોટી ઉથલપાથલ : CSKએ મેચ 2 વિકેટથી જીતી લીધી:. હાર બાદ KKR ને મોટો ઝટકો લાગ્યો

 KKR અને CSK વચ્ચે રમાયેલી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં CSK એ શાનદાર પ્રદર્શન કર્યું અને મેચ 2 વિકેટથી જીતી લીધી. હાર બાદ KKR ને મોટો ઝટકો લાગ્યો છે. પ્લેઓફ રેસમાંથી ટીમની આશાઓ ખતમ થઈ ગઈ છે. હવે પ્લેઓફમાં પહોંચવા માટે, KKR ને બાકીની 2 મેચ જીતવી પડશે એટલું જ નહીં પરંતુ અન્ય ટીમો પર પણ આધાર રાખવો પડશે. આ મેચ પછી પોઈન્ટ ટેબલની સ્થિતિ બદલાઈ ગઈ છે.

KKR એ CSK સામે તેની 12મી મેચ રમી. પરંતુ હાર બાદ KKR ને નિરાશ થવું પડ્યું. મેચ પછી, KKR પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. ટીમે અત્યાર સુધીમાં 12 મેચ રમી છે અને 5 મેચ જીતી છે. KKR ના ૧૧ પોઈન્ટ છે. જો KKR બાકીની 2 મેચ જીતી જાય તો પણ તેના 15 પોઈન્ટ થશે. આ વખતે ૧૫ પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ છે. કારણ કે ગુજરાત ૧૬ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે આરસીબી પણ ૧૬ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ૧૬ પોઈન્ટ હોવા છતાં, બંને ટીમો હજુ સુધી ક્વોલિફાય થઈ શકી નથી. સીએસકે, હૈદરાબાદ અને રાજસ્થાનની સફર પ્લેઓફની દોડમાં સમાપ્ત થઈ ગઈ છે.

(12:37 AM IST)