News of Saturday, 10th May 2025
જો IPL 2025 સપ્તાહમાં પછી શરૂ થાય તો આ મેદાનમાં રમાઈ શકે છે મેચ : જાણો BCCI ની શું છે નવી યોજના
BCCI આ લીગની બાકીની મેચો ફક્ત થોડા શહેરોમાં જ આયોજિત કરશે : પૂર્વ અને દક્ષિણ ભાગોમાં આઈપીએલની બાકીની મેચોનું આયોજન કરી શકે

મુંબઈ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL 2025 ને એક અઠવાડિયા માટે મુલતવી રાખ્યું છે. આ પાછળનું કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ લશ્કરી તણાવ છે. બીસીસીઆઈએ હાલ પૂરતું આઈપીએલ સ્થગિત કરી દીધું છે, પરંતુ બોર્ડ એક યોજના પર વિચાર કરી રહ્યું છે. જો આ અઠવાડિયે બધું બરાબર રહ્યું, તો IPLની 18મી સીઝન ફરી શરૂ થશે પરંતુ આ વખતે, સ્થળોમાં ફેરફારની શક્યતા છે. બીસીસીઆઈ દેશના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં આઈપીએલની બાકીની મેચોનું આયોજન કરી શકે છે.
હાલની પરિસ્થિતિ જોતાં એવું લાગતું નથી કે IPL 2025 એક અઠવાડિયા પછી શરૂ થશે. જો તે શરૂ થાય તો BCCI સ્થળો ઘટાડી શકે છે, લોજિસ્ટિક્સ, સમય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને IPL ફક્ત થોડા શહેરો સુધી મર્યાદિત કરી શકાય છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, એક સૂત્રએ દાવો કર્યો છે કે BCCI એક આકસ્મિક યોજના પર કામ કરી રહ્યું છે. આવી બાબતો (રાષ્ટ્રીય સુરક્ષા) માં એક અઠવાડિયું ખૂબ લાંબો સમય હોય છે.
સૂત્રએ દાવો કર્યો હતો કે જો લીગ ફરી શરૂ થાય છે તો બોર્ડ બાકીની IPL 2025 મેચો કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલુરુમાં યોજવાનું પણ વિચારી રહ્યું છે. "આવા કિસ્સાઓમાં એક અઠવાડિયું ઘણો લાંબો સમય હોય છે. બોર્ડ એક આકસ્મિક યોજના પર કામ કરી રહ્યું છે પરંતુ શરૂઆતના સંકેતો છે કે જો લીગ આવતા અઠવાડિયે ફરી શરૂ થાય છે, તો BCCI કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલુરુ જેવા શહેરોમાં બાકીની IPL મેચોનું આયોજન કરવાનું વિચારી રહ્યું છે. જો સરહદ પર પરિસ્થિતિ સામાન્ય થાય છે, તો બોર્ડ મૂળ સ્થળો પણ જાળવી શકે છે
IPL 2025 માટે હજુ 12 લીગ મેચ અને 4 પ્લેઓફ મેચ બાકી છે, જે દેશના વિવિધ શહેરોમાં યોજાવાની છે. ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ રમાઈ રહી હતી, જે બ્લેકઆઉટને કારણે રદ કરવામાં આવી હતી. એરપોર્ટ બંધ થવાને કારણે ધર્મશાલા પહેલાથી જ એક મેચના યજમાની અધિકારો ગુમાવી ચૂક્યું હતું. પંજાબ અને મુંબઈ વચ્ચેની મેચ અમદાવાદ ખસેડવામાં આવી.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
