News of Monday, 12th May 2025
IPL સ્થગિત : નવા શેડ્યુલ જાહેર થયા પહેલાની જાણો ઓરેન્જ કેપ અને પર્પલ કેપની સ્થિતિ:જાણો ટોપ-10 બેટ્સમેન-બોલર
જાણો ઓરેન્જ કેપ પર કયો બેટ્સમેન કબ્જો છે અને પર્પલ કેપ કયા બોલરના નામે છે?

મુંબઈ : ભારત અને પાકિસ્તાન વચ્ચેના વધતા તણાવને પગલે BCCI એ શુક્રવારના રોજ આઈપીએલ 2025ને સ્થગિત કરવાનો મોટો નિર્ણય લીધો હતો. ત્યારે હવે બંને દેશો વચ્ચે સ્થિતિ સામાન્ય થતાં ટૂર્નામેન્ટ ફરી શરૂ કરવામાં આવશે. આ આર્ટિકલમાં જાણો IPL 2025ની અત્યાર સુધીના ટોચના 10 બેટ્સમેન અને બોલરો વિશે. આ સાથે જ જાણો ઓરેન્જ કેપ પર કયો બેટ્સમેન કબ્જો છે અને પર્પલ કેપ કયા બોલરના નામે છે?
IPL 2025ની 57મી મેચ બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સૂર્યકુમાર યાદવ ટોચ પર છે, તેણે 12 મેચમાં 510 રન બનાવ્યા છે. ગુજરાત ટાઈટન્સનો સાઈ સુદર્શન તેનાથી ફક્ત એક રનથી પાછળ છે, તેના 11 મેચમાં 509 રન છે. ત્રીજા સ્થાને શુભમન ગિલ છે, જે 11 મેચમાં 508 રન સાથે સુદર્શનથી ફક્ત એક રન ઓછો છે. ચોથા ક્રમે વિરાટ કોહલી છે, જેના 11 મેચમાં 505 રન છે, જ્યારે પાંચમા ક્રમે જોશ બટલર છે, તેણે 11 મેચમાં 500 રન બનાવ્યા છે.
IPL 2025ની 57મી મેચ પછી ટોચના સ્થાને ગુજરાત ટાઈટન્સનો પ્રસિદ્ધ કૃષ્ણા છે. જ્યારે CSKનો નૂર અહેમદ બીજા સ્થાને છે. RCBનો જોશ હેઝલવુડ ત્રીજા સ્થાને છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
