<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

IPL સ્થગિત :નવું શેડ્યુલ જાહેર થયા પહેલા જાણો પોઈન્ટ ટેબલની લેટેસ્ટ સ્થિતિ શું છે ?:ટોપ-4 માટે જોરદાર સ્પર્ધા

લીગમાં અત્યાર સુધી માત્ર 57 મેચ રમાઈ છે. 17 મેચ હજુ યોજાઈ નથી: 3 ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે BCCI એ શુક્રવારના રોજ IPL 2025 ને સ્થગિત કરવાનો મોટો નિર્ણય લીધો હતો. હવે બંને દેશો વચ્ચે સ્થિતિ સામાન્ય થતાં બીસીસીઆઈ ફરી એકવાર આ લીગ શરૂ કરવા જઈ રહ્યા છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 57 મેચો રમાઈ ચૂકી છે. આવી સ્થિતિમાં, જાણો કે પોઈન્ટ ટેબલની લેટેસ્ટ સ્થિતિ શું છે.

IPL 2025ની સિઝનમાં કુલ 74 મેચ રમાવાની છે. આ લીગમાં અત્યાર સુધી માત્ર 57 મેચ રમાઈ છે. 17 મેચ હજુ યોજાઈ નથી. આમાં લીગ તબક્કાની 13 મેચનો પણ સમાવેશ થાય છે. 3 ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે અને 7 ટીમ પ્લેઓફની રેસમાં છે.

57મી મેચ પછી પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે?

ગુજરાત ટાઇટન્સ ટોચ પર, RCB બીજા સ્થાને

  • ગુજરાત ટાઇટન્સ હાલ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ટીમે અત્યાર સુધી 11માંથી 8 મેચ જીતી છે અને તેમના કુલ 16 પોઈન્ટ છે.
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 11માંથી 8 મેચ જીતીને બીજા સ્થાને છે.
  • પંજાબ કિંગ્સ ત્રીજા સ્થાને છે. તેણે 11માંથી 7 મેચ જીતી છે, 3માં હાર મેળવી છે અને 1 મેચ અનિર્ણિત રહી હતી.
  • મુંબઈ ઇન્ડિયન્સે 12માંથી 7 જીત સાથે 14 પોઈન્ટ મેળવીને ચોથો ક્રમ મેળાવ્યો છે.
  • દિલ્હી કેપિટલ્સે 11માંથી 6 મેચ જીતી છે, 4માં હારની સામનો કર્યો છે અને 1 મેચ અનિર્ણિત રહી હતી.
  • કોલકાતા નાઈટ રાઇડર્સે 12માંથી 5 મેચ જીતી છે અને લખનૌ સુપર જાયન્ટ્સે પણ 11માંથી 5 જીત મેળવી છે.
  • સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે.

IPL 2025  પોઇન્ટ ટેબલ

ક્રમટીમમેચજીતહારટાઈકોઈ પરિણામ નહીંપોઈન્ટ્સનેટ રન રેટ (NRR)1ગુજરાત ટાઇટન્સ118300160.7932રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ118300160.4823પંજાબ કિંગ્સ117301150.3764મુંબઈ ઇન્ડિયન્સ127500141.1565દિલ્હી કેપિટલ્સ116401130.3626કોલકાતા નાઈટ રાઇડર્સ125601110.1937લખનૌ સુપર જાયન્ટ્સ11560010-0.4698રાજસ્થાન રોયલ્સ (E)1239006-0.7189સનરાઇઝર્સ હૈદરાબાદ (E)1137017-1.19210ચેન્નાઈ સુપર કિંગ્સ (E)1239006-0.992

(11:36 AM IST)