<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

ફક્‍ત વિવિયન રિચર્ડ્‍સ જ રોહિત શર્મા જેવો શાનદાર પુલ શૉટ રમ્‍યો હતોઃ સુનીલ ગાવકર

 

નવી દિલ્‍હીઃ વન-ડે કેપ્‍ટન રોહિત શર્માનાં  પ્રશંસા કરતાં લખ્‍યું હતું કે ‘મને જેટલા પણ ક્રિકેટર જોવાનો લહાવો મળ્‍યો છે એમાં ફક્‍ત વિવિયન રિચર્ડ્‍સ (વેસ્‍ટ ઈન્‍ડીઝના ભૂતપૂર્વ ક્રિકેટર) જ શર્મા જેવો પુલ શોટ રમ્‍યો હતો.

 વિવ મુખ્‍યત્‍વે બોલને ઉછાળતો અને એને સ્‍ક્‍વેર લેગથી વાઇડ મિડ-ઓન સુધી રમતો, જ્‍યારે શર્મા બાઉન્‍સ હેઠળ બોલને મિડ વિકેટથી ડીપ ફાઇન લેગ સુધી રમીને છગ્‍ગો મારતો હતો. એક ફાસ્‍ટ બોલર માટે તેનો ફાસ્‍ટેસ્‍ટ બોલ દર્શકો વચ્‍ચે ગાયબ થઈ જાય એ જોવું સૌથી નિરાશાજનક હોય છે. તે ફાસ્‍ટ બોલિંગનો સામનો એ રીતે કરતો હતો જાણે સ્‍પિનરો સામે રમી રહ્યો હોય.

(3:51 PM IST)