News of Monday, 12th May 2025
હરમનપ્રીત કૌર એન્ડ કંપની ચેમ્પીયન
સ્મૃતિ મંધાનાની શાનદાર સદીની મદદથી ભારતે ૭ વિકેટે ૩૪૨ રન ફટકાર્યા, શ્રીલંકા ૨૪૫ રનમાં ઓલઆઉટઃ સ્નેહ રાણાને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ

નવી દિલ્હીઃ ગઈ કાલે શ્રીલંકા સામે વિમેન્સ ત્રિકોણીય જીત મેળવી હરમનપ્રીત કૌર એન્ડ કંપની ચેમ્પિયન બની છે. ભારતે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં વાઈસ-કેપ્ટન સ્મળતિ માધનાની સેન્ચુરીના આધારે સાત વિકેટે ૩૪૨ રન ફટકારી દીધા હતા. સ્પિનર તોહ રાણા અને ફાસ્ટ બોલર અમનજીત કૌરની શાનદાર બોલિંગના કારણે ૪૮.૨ ઓવરમાં યજમાન ટીમ શ્રીલંકા ૨૪૫૨ને ઢેર થઈ ગઈ હતી.
૧૫ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૦૧ બોલમાં ૧૧૬ રન ફટકારનાર સ્મળતિ માધનાએ પોતાની ઓપનિંગ પાર્ટનર પ્રતીકા રાવલ (૪૯ બોલમાં ૩૦ રન) સાથે પહેલી વિકેટ માટે ૭૦ રન અને હરલીન દેઓલ (૫૬ બોલમાં ૪૭રન) સાથે બીજી વિકેટ માટે ૧૨૦ રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર (૩૦ બૉલમાં ૪૧ રન) અને જેમિમા રોડ્રિગ્સે (૨૯ બોલમાં ૪૪ રન)ની ઇનિંગ્સના કારણે પણ ભારતને મોટો સ્કોર ઊભો કરવામાં મદદ મળી હતી.
શ્રીલંકા તરફથી તેમની કેપ્ટન ચમરી અટ્ટાપટ્ટુ (૬૬ બોલમાં ૫૧ રન) મોટી ઇનિંગ્સ રમી શકી હતી. સ્પિનર તોહ રાણા (૩૮ રનમાં ચાર વિકેટ) અને ફાસ્ટ બોલર અમનજોત કૌર (૫૪ રનમાં ત્રણ વિકેટ)ની કડક બોલિંગને કારણે યજમાન ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ફળ રહી હતી. પાંચ મેચમાં સૌથી વધુ ૧૫ વિકેટ લેનાર તોહ રાણા પ્લેયર ઓફ ધ સિરીઝ અવોર્ડ જીતી હતી
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
