<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

"મારા વિશે ઘણું કહેવામાં આવ્યું છે, પરંતુ જો તમે દરેક ટિપ્પણીનો બચાવ કરો છો, તો તમે તમારો સમય બગાડો છો. મારો બચાવ કરવાનું મારું કામ નથી.": રોહિત શર્મા

ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન અને કેપ્ટન જે કંઈ પણ કહે છે, તે ખૂબ જ મજબૂતાઈથી કહે છે,પછી ભલે તે મેદાનની અંદર હોય કે મેદાનની બહાર

નવી દિલ્હી તા.૧૨ :  ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્મા જે કંઈ પણ કહે છે, તે ખૂબ જ મજબૂતાઈથી કહે છે. પછી ભલે તે મેદાનની અંદર હોય કે મેદાનની બહાર. હિટમેને તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તે ટીકાકારો સાથે કેવી રીતે વ્યવહાર કરે છે? રોહિત શર્માને છેલ્લા કેટલાક સમયથી ડાબા હાથના ઝડપી બોલિંગ સામે સમસ્યા આવી રહી છે, તેના સંદર્ભમાં તેમણે એક નિવેદન આપ્યું છે. રોહિતે એમ પણ કહ્યું છે કે ઘણી વખત તેને બિનજરૂરી ટીકાનો સામનો કરવો પડ્યો છે.

રોહિત શર્માએ તેમની યુટ્યુબ ચેનલ પર વરિષ્ઠ સ્પોર્ટ્સ પત્રકાર વિમલ કુમાર સાથે લાંબી વાતચીતમાં ખુલીને જણાવ્યું કે, તેઓ ટીકાનો સામનો કેવી રીતે કરે છે, ખાસ કરીને જ્યારે તે બિનજરૂરી હોય. રોહિત શર્માએ કહ્યું, "મેં ધણી ટીકાઓનો સામનો કર્યો છે, બિનજરૂરી ટીકાનો પણ. હું એમ ન કહી શકું કે ટીકાનો કોઈ પર કોઈ પ્રભાવ પડતો નથી."

ભારતીય કેપ્ટને ડાબા હાથના ઝડપી બોલર સામે પોતાની નબળાઈ અંગે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા પર પણ વાત કરી. તેણે કહ્યું, "મારા વિશે ઘણું કહેવામાં આવ્યું છે કે હું ડાબા હાથના ઝડપી બોલર સામે આઉટ થઈ જાઉં છું. સારું, એવું થાય છે. તે રમતનો એક ભાગ છે, પરંતુ જો તમે દરેક ટિપ્પણીનો બચાવ કરો છો, તો તમે તમારો સમય બગાડો છો. મારો બચાવ કરવાનું મારું કામ નથી."

(4:39 PM IST)