<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

મને નથી લાગતું કે રોહિત અને વિરાટ આગામી વન-ડે વર્લ્‍ડ કપ રમેઃ ગાવસ્‍કર

નવી દિલ્‍હીઃ ટેસ્‍ટ ક્રિકેટમાંથી સન્‍યાસ બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી ૨૦૨૭ વનડે વર્લ્‍ડ કપ રમે એવી શકયતા નહિવત્‌ છે. એવું ભારતના ભૂતપૂર્વ કેપ્‍ટન સુનિલ ગાવસ્‍કરનું માનવું છે. ગાવસ્‍કરે કહ્યું, ટી૨૦ ઇન્‍ટરનેશનલ અને હવે ટેસ્‍ટ ક્રિકેટમાંથી રાજીનામું આપ્‍યા બાદ વનડે વર્લ્‍ડ કપમાં રમવાની તેની શકયતાઓ પર અસર પડશે.ગાવસ્‍કરે કહ્યું, નહીં, મને નથી લાગતું કે તે રમશે (વનડે વર્લ્‍ડ કપ) હું ઈમાનદારીથી કહું તો મને નથી લાગતું કે તેઓ ત્‍યાં સુધી રમશે. તેની સંભાવના છે કે, આગામી એક વર્ષમાં શાનદાર લયમાં આવી જાય અને સતત સદી બનાવતા રહે. જો એવું થાય છે તો ભગવાન પણ તેને ટીમની બહાર નહીં કરી શકે.

(3:54 PM IST)