<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

ગુજરાત, બેંગ્લુરુ અને પંજાબની ટીમ પ્લેઓફમાં પહોંચી :જાણો પોઈન્ટ્સ ટેબલની લેટેસ્ટ સ્થિતિ

જાણો આઈપીએલ 2025ની 60મી મેચ પછી પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ શું છે અને કઈ ટીમ ક્યાં સ્થાન પર

મુંબઈ :આઈપીએલ 2025માં 19 મે, રવિવારના રોજ બે મેચો રમાઈ હતી. પ્રથમ મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પંજાબની ટીમે રાજસ્થાનને 10 રનથી માત આપી હતી. જ્યારે દિવસની બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાત ટાઈટન્સે દિલ્હીની ટીમને 10 વિકેટથી માત આપી હતી. ત્યારે જાણો, આઈપીએલ 2025ની 60મી મેચ પછી પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ શું છે અને કઈ ટીમ ક્યાં સ્થાન પર છે.

આઈપીએલ 2025ના પ્લેઓફમાં ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

 60મી મેચ પછી પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે?

  • ગુજરાત ટાઇટન્સ 12 મેચોમાંથી 9 માં જીત મેળવીને કુલ 18 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ ક્રમે છે. તેમનો નેટ રન રેટ +0.795 છે.
  • રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 12 મેચોમાં 8 જીત અને 17 પોઈન્ટ્સ સાથે બીજું સ્થાન મેળવ્યું છે, તેમનો નેટ રન રેટ +0.482 છે.
  • પંજાબ કિંગ્સના પણ 12 મેચોમાં 8 જીત અને 17 પોઈન્ટ્સ છે, પરંતુ તેમનો નેટ રન રેટ (+0.389) બેંગલુરુથી થોડો ઓછો હોવાથી તેઓ ત્રીજા ક્રમે છે.
  • મુંબઈ ઈન્ડિયન્સ 12 મેચોમાં 7 જીત સાથે 14 પોઈન્ટ્સ મેળવીને ચોથા ક્રમે છે.
  • દિલ્હી કેપિટલ્સના 12 મેચોમાં 6 જીત સાથે 13 પોઈન્ટ્સ છે.
  • લખનૌ સુપર જાયન્ટ્સ (11 મેચ, 10 પોઈન્ટ્સ) સાતમા ક્રમે છે.

આ ટીમો પ્લેઓફની રેસમાંથી થઈ બહાર

  • કોલકાતા નાઈટ રાઈડર્સ (13 મેચ, 12 પોઈન્ટ્સ) છઠ્ઠા ક્રમે
  • સનરાઈઝર્સ હૈદરાબાદ (11 મેચ, 7 પોઈન્ટ્સ) આઠમા ક્રમે
  • રાજસ્થાન રોયલ્સ (13 મેચ, 6 પોઈન્ટ્સ) નવમા ક્રમે
  • ચેન્નાઈ સુપર કિંગ્સ (12 મેચ, 6 પોઈન્ટ્સ) દસમા ક્રમે

 

ક્રમટીમમેચજીતહારટાઈકોઈ પરિણામ નહીંપોઈન્ટ્સનેટ રન રેટ (NRR)1ગુજરાત ટાઇટન્સ129300180.7952રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ128301170.4823પંજાબ કિંગ્સ128301170.3894મુંબઈ ઇન્ડિયન્સ127500141.1565દિલ્હી કેપિટલ્સ126501130.266કોલકાતા નાઈટ રાઇડર્સ135602120.1937લખનૌ સુપર જાયન્ટ્સ11560010-0.4698સનરાઇઝર્સ હૈદરાબાદ1137017-1.1929રાજસ્થાન રોયલ્સ13310006-0.70110ચેન્નાઈ સુપર કિંગ્સ1239006-0.992

(11:48 AM IST)