<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

૧૪ વર્ષનો વૈભવ સૂર્યવંશી થયો માલામાલઃ આઈપીએલમાંથી દોઢ કરોડથી વધુ કમાણી કરી

 

નવી દિલ્‍હીઃ રાજસ્‍થાન રોયલ્‍સે વૈભવ સૂર્યવંશીને આઈપીએલ માટે ૧.૧ કરોડની કિંમતમાં ખરીદ્યો હતો. તે આખી સીઝન માટે હાજર હતો એટલે કે પૂરા પૈસા મળશે. લીગ સ્‍ટેજ દરમ્‍યાન તેને ૭ મેચ રમવાનો મોકો મળ્‍યો.

આઈપીએલના નવા નિયમ અનુસાર, આ દરમ્‍યાન તેને દરેક મેચ માટે ફીસ તરીકે અલગથી ૭.૫ લાખ રૂપિયા આપવામાં આવશે. એટલે કે આવી જ રીતે તેણે ૫૨.૫ લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ઉપરાંત એક મેચમાં તે પ્‍લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ જીત્‍યો છે, જેના માટે ૧ લાખ રૂપિયા મળ્‍યા હતા.

આઈપીએલ ૨૦૨૫ને અલવિદા કહેતા કહેતા તેણે કુલ ૧ કરોડ ૬૪ લાખ અને ૫૦ રૂપિયાની કમાણી કરી લીધી છે. જો આપણે તેના કોન્‍ટ્રાક્‍ટની વાત કરીએ તો, તે હિસાબથી તેને દરેક રનની કિંમત ૪૩૬૫૦ રૂપિયા થાય છે. તો વળી ઓવરઓલ કમાણી અનુસાર જોવા જઈએ તો, સૂર્યવંશીને એક એક રન માટે ૬૫૨૭૭ રૂપિયા મળ્‍યા છે.

આઈપીએલ ૨૦૨૫માં વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે આ સીઝનમાં કુલ ૭ મેચ રમી હતી. જેમાં તેણે ૩૬ની એવરેજથી ૨૫૨ રન બનાવ્‍યા છે. આ દરમ્‍યાન તેની સ્‍ટ્રાઈક રેટ ૨૦૬ની રહી હતી. જ્‍યારે તેના બેટમાંથી ૨૪ છગ્‍ગા અને ૧૮ ચોગ્‍ગા હતા.

(1:37 PM IST)