<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

ફાંકડી ફટકાબાજી બાદ ઓરેન્જ કેપની રેસમાં મિશેલ માર્શની મોટી છલાંગ:જાણો ટોપ-10 બેટ્સમેન-બોલર

જાણો, IPL 2025ની 64મી મેચ (GT vs LSG) પછી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ છે?

મુંબઈ :ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 64મી મેચ ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં લખનૌની ટીમ ગુજરાતની ટીમને 33 રનથી માત આપી હતી. આ મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ પ્રથમ સ્થાને છે. ઓરેન્જ કેપની રેસમાં ગુજરાતનો ઓપનિંગ બેટ્સમેન સાંઈ સુદર્શન ટોચ પર છે જ્યારે પર્પલ કેપની રેસમાં ગુજરાતનો જ ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા પહેલા સ્થાને છે.

આ આર્ટિકલમાં જાણો, IPL 2025ની 64મી મેચ (GT vs LSG) પછી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ છે? ઓરેન્જ કેપ પર કયા બેટ્સમેનનો કબ્જો છે? પર્પલ કેપ કયા બોલર પાસે છે?

IPL 2025માં સૌથી વધુ રન: ઓરેન્જ કેપ રેસ

IPL 2025ની 64મી મેચ બાદ ઓરેન્જ કેપ પર ગુજરાત ટાઈટન્સના સાંઈ સુદર્શનનો કબજો છે. તેણે 13 મેચમાં અત્યાર સુધીમાં 638 રન બનાવ્યા છે. ગુજરાતનો કેપ્ટન શુભમન ગિલ 13 મેચમાં 636 રન સાથે બીજા સ્થાને છે, જ્યારે ત્રીજા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સનો સૂર્યકુમાર યાદવ છે. જેના 13 મેચોમાં 583 રન છે. આ લિસ્ટમાં લખનૌનો મિશેલ માર્શ મોટી છલાંગ લગાવીને 12 મેચમાં 560 રન સાથે ચોથા સ્થાને આવી ગયો છે.

ક્રમખેલાડીમેચઇનિંગરનએવરેજસ્ટ્રાઈક રેટ1સાંઈ સુદર્શન121261756.091572શુભમન ગિલ121260160.1155.73સૂર્યકુમાર યાદવ131358372.88170.474મિશેલ માર્શ121256046.67161.855યશસ્વી જયસ્વાલ141455943159.716જોસ બટલર131253366.62165.027નિકોલસ પૂરન131351146.45198.838વિરાટ કોહલી111150563.13143.479કેએલ રાહુલ121250456148.6710પ્રભસિમરન સિંહ121245838.17171.54

IPL 2025માં સૌથી વધુ વિકેટ:

પર્પલ કેપની રેસમાં પણ પ્રથમ સ્થાન પર ગુજરાત ટાઈટન્સનો પ્રસિદ્ધ કૃષ્ણા છે. CSKના નૂર અહેમદ બીજા ક્રમે છે અને MIનો ટ્રેન્ટ બોલ્ટ 19 વિકેટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

ક્રમખેલાડીમેચઇનિંગરનએવરેજસ્ટ્રાઈક રેટ1સાંઈ સુદર્શન121261756.091572શુભમન ગિલ121260160.1155.73સૂર્યકુમાર યાદવ131358372.88170.474મિશેલ માર્શ121256046.67161.855યશસ્વી જયસ્વાલ141455943159.716જોસ બટલર131253366.62165.027નિકોલસ પૂરન131351146.45198.838વિરાટ કોહલી111150563.13143.479કેએલ રાહુલ121250456148.6710પ્રભસિમરન સિંહ121245838.17171.54

 

(12:02 PM IST)