<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

સૌથી વહેલી પ્‍લેઓફસની ટીમ નકકી થવાનો રેકર્ડ આ વખતેના આઇપીએલમાં બની ગયો

આ વખતે લીગ સ્‍ટેજની સાત મેચ પહેલાં ચાર ટીમ કવોલિફાય થતાં જ ૧૪ વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

નવી દિલ્‍હીઃ મુંબઇ ઇન્‍ડિયન્‍સની વાનખેડે સ્‍ટેડિયમમાં દિલ્‍હી કેપિટલ્‍સ સામે જીત થતાં જ આઇપીએલ ની પ્‍લેઓફર્સની ચાર ટીમ નકકી થઇ ગઇ હતી. ગુજરાત ટાઇટન્‍સ, રોયલ ચેલેન્‍જર્સ બેન્‍ગલુરૂ, પંજાબ કિંગ્‍સ અને મુંબઇ ઇન્‍ડિયન્‍સની ટીમ કવોલિફાય થયા બાદ ટોપ-ટૂના સ્‍થાન પર રહેવા માટે પ્રયત્‍ન કરશે જેથી તેમને ફાઇનલમાં પહોંચવાની ઝડપી અને વધુ તક મળી શકે.

આ વર્ષે પ્‍લેઓફસની ટીમ ગ્રુપ-સ્‍ટેજની સાત મેચ બાકી હોય એ પહેલાં જ નકકી થઇ ગઇ છે. આ સાથે જ ટુર્નામેન્‍ટની ૧૮ મી સીઝન માં સૌથી વહેલી પ્‍લેઓફસ ટીમ નકકી થવાનો રેકોર્ડ બન્‍યો છે. આ પહેલાં ર૦૧રમાં ત્રણ ગ્રુપ-સ્‍ટેજ મેચ પહેલાં પ્‍લેઓફસની ટીમ નકકી થઇ હતી. આ પહેલા ૧૦ વાર અંતિમ ગ્રુપ-સ્‍ટેજ મેચ ચાર વાર એક મેચ પહેલાં અને બે મેચ પહેલાં પ્‍લેઓફસની ચાર ટીમ નકકી થઇ હતી. 

કઇ ટીમે કેટલામીવાર પ્‍લેઓફસમાં એન્‍ટ્રી કરી?

આઇપીએલના ઇતિહાસમાં ચેન્‍નઇ સુપર કિંગ્‍સ સૌથી વધુ ૧ર વાર પ્‍લેઓફસ માટે કવોલિફાય કરવાનો રેકોર્ડ ધરાવે છે. આ વર્ષે મુંબઇ ૧૧ મી વાર, બેન્‍ગલોર ૧૦ મી વાર, જયારે પંજાબ અને ગુજરાત ત્રીજી વાર પ્‍લેઓફસ રમતાં જોવા મળશે. (૩૬-૧૩)

(3:23 PM IST)