તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Monday, 2nd June 2025
આઈપીએલનો મેગા ફાઈનલ નિહાળવા ટિકિટ માટે ૩૪ હજાર લોકોનું વેઈટીંગ
ટિકિટનું માત્ર ઓનલાઈન વેચાણઃ ફલાઈટના ભાડા વધ્યા, હોટલોના ભાડા ત્રણ ગણા વધી ગયા

નવી દિલ્હીઃ આઈપીએલ ફાઈનલ મેચ ટીકીટની ડિમાન્ડ વધારો થયો છે.. હજુ પણ ટીકીટ માટે ૩૪ હજારનું વેઈટિંગ જોવા મળી રહ્યું છે.. ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ૬૫ હજાર ટિકિટ વેચાઈ છે. કુલ ૮૦ હજાર ટિકિટનું ઓનલાઈન વેચાણ કરાશે, જે તબક્કાવાર હશે, દરેક સ્લોટમાં ૫-૫ હજાર ટિકિટ વેચાશે, જ્યારે ૨૫ હજાર ટિકિટો કોમ્પ્લિમેન્ટ્રી અપાશે. જે ક્રિકેટ બોર્ડ સહિતની સંસ્થાઓ દ્વારા અપાશે..એકપણ ટિકિટ ઓફલાઇન વેચાણ થશે નહીં. ફાઇનલ મેચને કારણે વિવિધ શહેરોમાંથી લોકોનું અમદાવાદમાં આગમન થશે..
જેને કારણે હોટેલોના ભાડા ત્રણ ગણા વધ્યા છે. ફાઇનલ મેચ જોવા માટે મોટી મોટી હસ્તીઓ અમદાવાદની મહેમાન બનશે.. અમદાવાદ માટેની ફ્લાઇટના બુકીંગમાં પણ ધરખમ વધારો થતા ફ્લાઇટના ભાડા વધ્યા છે.. દિલ્હી અમદાવાદનું એરફેર ૨૫ હજાર સુધી પહોચ્યું છે. આઇપીએલની ફાઇનલમાં મોદી સ્ટેડિયમમાં સિંદુરિયા રંગની લાઈટિંગ કરાય તેવી શકયતા છે.. સ્ટેડિયમમાં સૈન્ય જવાનો માટે કેટલીક સીટો રિઝર્વ રાખવામાં આવી છે.સામાન્ય દિવસોમાં જે હોટલનું ભાડુ ૯ હજાર હોય છે તે હોટલના ભાડા ૧૮ હજાર પર પહોંચ્યા છે.. સામાન્ય દિવસોમાં અમદાવાદ પહોંચાડતી જે ફ્લાઇટનું ભાડું ૨૫૦૦થી ૩ હજાર જેટલું હોય છે તે ૨૫ હજાર પર પહોંચ્યું છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
