News of Tuesday, 3rd June 2025
ચેમ્પિયન ટીમને મળશે અધધધ..૨૦ કરોડ
રનરઅપને મળશે ૧૩ કરોડઃ ઓરેન્જ,પર્પલ કેપ જીતનાર ખેલાડીને ૧૦-૧૦ લાખ

મુંબઈઃ આઈપીએલમાં વિજેતા ટીમને ૨૦ કરોડ રૂપિયા મળશે. આ ઉપરાંત રનર-અપને રૂ.૧૩ કરોડ અને ક્વોલિફાયરમાં હારનારી ટીમને રૂ.૭ કરોડ મળશે. એલિમિનેટર એટલે કે હારનારી ટીમને રૂ.૬.૫ કરોડ મળશે અને એલિમિનેટર ટીમને ૬.૫ કરોડ રૂપિયા આપવામાં આવશે.
સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને વિવિધ શ્રેણીઓમાં ઈનામની રકમ પણ આપવામાં આવશે. દરેક શ્રેણીના વિજેતાને રોકડ પુરસ્કાર પણ મળશે. ર્સ્પોટિંગ ન્યૂઝના અહેવાલો અનુસાર ઓરેન્જ કેપ (સૌથી વધુ રન)ને રૂ.૧૦ લાખ મળશે. આ ઉપરાંત પર્પલ કેપ (સૌથી વધુ વિકેટ) ધરાવતા ખેલાડીને રૂ.૧૦ લાખ આપવામાં આવશે. ઉભરતા ખેલાડીઓને રૂ.૨૦ લાખ અને મોસ્ટ વેલ્યુએબલ ખેલાડીને રૂ.૧૦ લાખ આપવામાં આવશે. આ ઉપરાંત સુપર સ્ટ્રાઈકરને રૂ.૧૦ લાખ અને પાવર પ્લેયરને રૂ.૧૦ લાખ મળશે. ઉપરાંત મહત્તમ છગ્ગા મારનાર ખેલાડીને રૂ.૧૦ લાખ અને ગેમ ચેન્જર ઓફ ધ સીઝન ખેલાડીને રૂ.૧૦ લાખ મળશે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
