<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

IPL ૨૦૨૫ માં રિંકુ સિંહ સહિત ૪ કરોડપતિએ ખેલાડીઓ નિરાશ કર્યા

હવે તેમને T20 ટીમમાંથી બહાર કરવામાં આવશે !

નવી દિલ્‍હી, તા.૯: ઇન્‍ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ૧૮મી સીઝન હવે ઇતિહાસના પાનામાં નોંધાઈ ગઈ છે. આ સીઝન રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોર (RCB) એ જીતી હતી. રજત પાટીદારના નેતળત્‍વમાં, RCB એ ૩ જૂને અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમ ખાતે યોજાયેલી મેચમાં પંજાબ કિંગ્‍સ (PBKS) ને ૬ રનથી હરાવ્‍યું. જ્‍યારે RCB પ્રથમ વખત IPL ચેમ્‍પિયન બનવામાં સફળ રહી, ત્‍યારે પંજાબ કિંગ્‍સનું ટાઇટલ જીતવાનું સ્‍વપ્ન આ વર્ષે પણ પૂર્ણ થયું નહીં.

IPL ૨૦૨૫ માં, આયુષ મ્‍હાત્રે, વૈભવ સૂર્યવંશી અને પ્રિયાંશ આર્ય જેવા યુવા ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી આ?ર્યચકિત કરી દીધું. તે જ સમયે, કેટલાક ભારતીય ખેલાડીઓ અપેક્ષાઓ પર ખરા ઉતર્યા ન હતા. ખરાબ પ્રદર્શન કરનારા ખેલાડીઓની યાદીમાં કેટલાક એવા નામો પણ સામેલ હતા જે ભારતની ઇંગ્‍લેન્‍ડ સામેની છેલ્લી T20 શ્રેણીમાં ટીમનો ભાગ હતા. જોકે, હવે આવા ખેલાડીઓને ભારતની T20 ટીમમાંથી બહાર કરવાનો ભય છે. આ ખેલાડીઓ IPL ૨૦૨૫ માં શાનદાર પ્રદર્શન કરીને આગામી T20 વર્લ્‍ડ કપ ૨૦૨૬ માટે પોતાનો દાવો રજૂ કરી શકયા હોત, પરંતુ આવું થયું નહીં. ચાલો જાણીએ આવા ૪ ખેલાડીઓ વિશે...

મોહમ્‍મદ શમી : અનુભવી ઝડપી બોલરે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે IPL ૨૦૨૫ માં ભાગ લીધો હતો. જોકે, તેનું પ્રદર્શન સારું નહોતું. શમીએ ૯ મેચમાં ૫૬.૧૬ ની સરેરાશ અને ૧૧.૨૩ ના નબળા ઇકોનોમી રેટથી માત્ર ૬ વિકેટ લીધી હતી. શમીની લંબાઈ અને લાઇન બગડતી જણાતી હતી, જેના કારણે તે મોંઘો સાબિત થયો. શમીનું સૌથી ખરાબ પ્રદર્શન પંજાબ કિંગ્‍સ સામે હતું, જ્‍યાં તેણે ૪ ઓવરમાં ૭૫ રન આપ્‍યા હતા. શમીને બાદમાં પ્‍લેઇંગ-૧૧માંથી બહાર કરવામાં આવ્‍યો અને તેના સ્‍થાને શ્રીલંકાના ઇશાન મલિંગાને તક મળી, જેણે માત્ર ૭ મેચમાં ૧૩ વિકેટ લીધી. શમીને કાવ્‍યા મારનની ટીમે ૧૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તે અપેક્ષાઓ પર ખરો ઉતરી શકયો નહીં. પ્રસિદ્ધ કળષ્‍ણા, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ જેવા બોલરો શાનદાર ફોર્મમાં છે, તેથી શમીને હવે T20 ટીમમાં સ્‍થાન મળે તેવું લાગતું નથી.

રિંકુ સિંહઃ ડાબોડી બેટ્‍સમેન રિંકુ સિંહને IPL ૨૦૨૫ પહેલા કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) દ્વારા ૧૩ કરોડ રૂપિયામાં રિટેન કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો, પરંતુ તે અપેક્ષાઓ પર ખરો ઉતરી શકયો નહીં. IPLની તાજેતરની સિઝનમાં રિંકુનું બેટ સાથે પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. રિંકુ સિંહે કુલ ૧૧ ઇનિંગ્‍સમાં ૨૯.૪૨ ની સરેરાશ અને ૧૫૩.૭૩ ના સ્‍ટ્રાઇકપ્રરેટથી ૨૦૬ રન બનાવ્‍યા. રિંકુ ભારતીય T20 ટીમનો સભ્‍ય રહ્યો છે, પરંતુ IPL૨૦૨૪ થી તેનું ફોર્મ ઘટી રહ્યું છે. તેણે આ સમયગાળા દરમિયાન વ્‍૨૦ ક્રિકેટમાં ભારત માટે માત્ર ૧૯૦ રન બનાવ્‍યા છે, જે સરેરાશ ૨૧.૧૧ છે. રિંકુ પર હવે ભારતની T20 ટીમમાંથી બહાર થવાનો ભય છે.

રવિ બિશ્‍નોઈઃ લખનૌ સુપર જાયન્‍ટ્‍સ (LSG) એ લેગપ્રસ્‍પિનર રવિ બિ‘ોઈને ૧૧ કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. પરંતુ તે તાજેતરની IPL સીઝનમાં ટીમ માટે સારું પ્રદર્શન કરી શકયો ન હતો. બિ‘ોઈએ ૧૧ મેચમાં માત્ર ૯ વિકેટ લીધી હતી અને તેનો ઇકોનોમી રેટ ૧૦.૮૩ હતો, જે સ્‍પિનર માટે ખૂબ જ ખરાબ ગણી શકાય. રવિ બિ‘ોઈ છેલ્લી કેટલીક T20 શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ રહ્યો છે, પરંતુ હવે તે ટીમમાં સ્‍થાન મેળવતો હોય તેવું લાગતું નથી. ગમે તે હોય, ભારતીય ટીમ પાસે કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી જેવા વિકલ્‍પો છે, જે સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે.

નીતિશ કુમાર રેડ્ડીઃ ઓલરાઉન્‍ડર નીતિશ કુમાર રેડ્ડીને ઇંગ્‍લેન્‍ડ સામેની વ્‍૨૦ શ્રેણી માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્‍યો હતો, પરંતુ ઈજાને કારણે તેમને શ્રેણીની વચ્‍ચે જ બહાર રહેવું પડ્‍યું હતું. ત્‍યારબાદ નીતિશ ઈજામાંથી સ્‍વસ્‍થ થઈને ત્‍ભ્‍ન્‍ ૨૦૨૫માં પ્રવેશ કર્યો, પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે તેમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. નીતિશે ૧૩ મેચમાં ૧૩ રન બનાવ્‍યા

(11:29 AM IST)