News of Tuesday, 10th June 2025
WTC 2025 ફાઈનલ મેચ પર વરસાદનું સંકટ :જો વરસાદને લીધે રદ મેચ થશે તો કઈ ટીમ ચેમ્પિયન બનશે? :જાણો ICCના નિયમ
ઓસ્ટ્રેલિયા ટીમ આ ટાઈટલ ડિફેન્ડ કરવા માટે ઉતરશે જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ વખત આ ચેમ્પિયનશીપ જીતવા માટે આતુર

મુંબઈ :આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025 ફાઈનલ મેચ 11 જૂનથી લોડ્સમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. ઓસ્ટ્રેલિયા ટીમ આ ટાઈટલ ડિફેન્ડ કરવા માટે ઉતરશે જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ વખત આ ચેમ્પિયનશીપ જીતવા માટે આતુર છે. ત્યારે હવે WTC 2025 ફાઈનલ મેચ પર વરસાદનો ખતરો છે. આવી સ્થિતિમાં, દર્શકોના મનમાં પ્રશ્ન ઉભો થયો છે કે, જો વરસાદને કારણે રદ મેચ થશે તો કઈ ટીમ ચેમ્પિયન બનશે? જાણો ICCના નિયમ.
હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે, લોડ્સમાં મેચના પ્રથમ અને છેલ્લા દિવસે વરસાદની સંભાવના છે. જો આ મેચ વરસાદને કારણે રદ થાય છે અથવા ડ્રો થાય છે તો ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાને જોઈન્ટ વિનર્સ જાહેર કરવામાં આવશે અને બંને ટીમો વચ્ચે પ્રાઈઝ મની બરાબર વહેંચવામાં આવશે. આઈસીસીએ WTC 2025 ફાઈનલ માટે એક દિવસ રિઝર્વ ડે રાખ્યો છે.
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે WTC 2025 ફાઇનલ મેચ 11 જૂનથી 15 જૂન દરમિયાન રમાશે. જ્યારે 16 જૂન રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.
સાઉથ આફ્રિકા: ટોની ડી જોર્ઝી, રાયન રિકેલ્ટન, એડન માર્કરામ, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ડેવિડ બેડિંગહામ, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાયલ વેરેન, વિઆન મુલ્ડર, માર્કો જેન્સન, કોર્બિન બોશ, કાગીસો રબાડા, લુંગી ન્ગીડી, ડેન પેટરસન, કેશવ મહારાજ, સેનુરન મુથુસામી.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
