<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

આ ખૂંખાર ક્રિકેટરની પત્‍ની છે ‘જલપરી', પાણીમાં લગાવે છે આગ, ઓલિમ્‍પિકમાં જીતી ચૂકી છે ૨ ગોલ્‍ડ મેડલ

મેથ્‍યુ શોર્ટ એક આક્રમક બેટ્‍સમેન છે, જે બોલર પર કયારેય દયા કરતો નથી, આ ક્રિકેટરની પત્‍ની સ્‍ટાર સ્‍વીમર છે

નવી દિલ્‍હીઃ મેથ્‍યુ શોર્ટ એક આક્રમક બેટ્‍સમેન છે, જે બોલર પર કયારેય દયા કરતો નથી. પહેલા બોલથી જ ચોગ્‍ગા અને છગ્‍ગાનો વરસાદ કરનાર આ બેટ્‍સમેન હાલ ભારે ચર્ચામાં છે. મેજર ક્રિકેટ લીગમાં સતત બે મેચમાં શાનદાર બેટિંગ કરી ટીમને જીત અપાવનાર શોર્ટની પત્‍ની સ્‍ટાર સ્‍વિમર છે. જે ઓલિમ્‍પિકમાં ૨ ગોલ્‍ડ સહિત ૪ મેડલ જીતી ચૂકી છે. મેડી વિલ્‍સન પાણીની અંદર આગ લગાવે છે તો, તેનો પતિ ક્રિકેટના મેદાન પર બોલર્સના ભૂક્કા બોલાવે છે.

ઓસ્‍ટ્રેલિયાનો ખૂંખાર ઓપનર મેથ્‍યુ શોર્ટ હાલ અમેરિકાની મેજર લીગ ક્રિકેટમાં સેન ફ્રાન્‍સિસ્‍કો ટીમનો કેપ્‍ટન છે. હાલમાં તે ઈજામાંથી વાપસી કરી મેદાન પર બખડાદટી બોલાવી રહ્યો છે. ક્રિકેટના મેદાન પર મેથ્‍યુ શોર્ટ તો પાણીની અંદર તેની પત્‍ની મેડી વિલ્‍સન આગ લગાવી રહી છે. બંને પતિ પોતપોતાની રમતમાં સ્‍ટાર છે. મેથ્‍યુ શોર્ટ વિશ્વ વિજેતા ટીમનો સભ્‍ય રહી ચૂકયો છે. જ્‍યારે તેની પત્‍ની મેડી ઓલિમ્‍પિકમાં ૪ મેડલ જીતી ચૂકી છે, જેમાં બે ગોલ્‍ડ મેડલ સામેલ છે. 

(3:45 PM IST)