<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

બુમરાહ બીજે ટેસ્‍ટ નહિ રમે!

વર્કલોડના લીધે મેનેજમેન્‍ટ આરામ આપશે

નવી દિલ્‍હીઃ પહેલી ટેસ્‍ટમાં ૫ વિકેટ લેનાર ટીમ ઇન્‍ડિયાનો ફાસ્‍ટ બોલર જસપ્રીત બુમરાહ બીજી ટેસ્‍ટમાંથી બહાર થઈ શકે છે.

વર્કલોડ મેનેજમેન્‍ટ અંતર્ગત બુમરાહને રેસ્‍ટ આપવાના મૂડમાં છે. ટેસ્‍ટ સિરીઝ શરૂ થતા પહેલા જ એવી જાહેરાત કરવામાં આવી હતી કે બુમરાહ માત્ર ૩ મેચ જ રમશે. જસપ્રીત બુમરાહ પીઠની ઈજામાંથી બહાર આવ્‍યા બાદ તમામ પાંચ ટેસ્‍ટ રમે તેની શકયતા નહિવત હતી. તેના વર્કલોડને લઈને ટીમ એલર્ટ છે. ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે પણ સ્‍પષ્ટ કર્યું હતું કે, બુમરાહ વધુમાં વધુ ૩ ટેસ્‍ટ જ રમશે

(3:17 PM IST)