News of Friday, 27th June 2025
પહેલી ટેસ્ટ ગુમાવ્યા બાદ ગિલ અને ગંભીરે બનાવ્યો સિક્રેટ પ્લાન?: પડદા પાછળ કરશે પ્રેક્ટિસ! કેમેરાને નો એન્ટ્રી
પ્રેક્ટિસ સેશનમાં મીડિયા અને કેમેરાની એન્ટ્રી પર પ્રતિબંધ, ટીમ મેનેજમેન્ટ માંગ કરી છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટ સ્ટેડિયમમાં સુરક્ષા ગાર્ડ તૈનાત કરે

નવી દિલ્હીઃ પહેલી ટેસ્ટમાં હાર પછી શુભમન ગિલની યંગ બ્રિગેડ કમબેકનો રસ્તો જરૂર શોધશે.
બર્મિંગમ પહોંચ્યા પછી, ટીમે એક દિવસનો આરામ લીધો હતો. પરંતુ હવે ટીમ સ્પેશિયલ તૈયારીનો પ્લાન બનાવ્યો છે. આ પ્લાન એવો છે કે ટીમની અંદર જ રહે અને તે બહાર ન જાય. ભારતે પહેલી ટેસ્ટ મેચમાં શાનદાર શરૂઆત કરી હતી પરંતુ બોલરોનો સાથ મળ્યો નહીં, પહેલી ઈનિંગ્સમાં બુમરાહનો કોઈ બોલરે જોઈએ તેવો સાથ આપ્યો નહીં, જ્યારે બીજી ઈનિંગ્સમાં બુમરાહ પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો, જેના કારણે ઈંગ્લેન્ડને અંતિમ દિવસે રોકી શકાયું નહોતું અને ભારતે મેચ ગુમાવવી પડી હતી.
ભારતીય ટીમ ૨૭ અને ૨૮ જૂને એજબેસ્ટનમાં પ્રેક્ટિસ કરશે. ટીમ પડદા પાછળ પ્રેક્ટિસ કરશે અને સૈનિકોથી ઘેરાયેલી હશે. હારની આડઅસરો સમજી શકાય તેવી છે પણ પ્રશ્ન એ છે કે શું ટીમ આવા નિર્ણયથી જીતવાનું શરૂ કરશે.
ભારતીય ટીમ મેનેજમેન્ટ તરફથી પ્રેક્ટિસ સેશનનું શેડયુલ ખરેખર આヘર્યજનક હતું જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે ટીમ ઈન્ડિયા એજબેસ્ટનમાં ટ્રેનિંગ સેશન કરશે, પરંતુ આયોજન સ્થળ અને ECBના સંચાલન અને સુરક્ષા દ્રષ્ટિકોણને કારણે તે બંધ દરવાજા પાછળ હશે
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
