<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

રોહિત શર્મા સાથે પોતાનો રૂમ શેર કરતો આ સમયે તે તેની ગર્લફ્રેન્ડને ચોરી છુપીથી તેના હોટલના રૂમમાં લાવતો પણ રોહિતને તેની ગર્લફ્રેન્ડ તેના રૂમમાં આવે તે બિલકુલ ગમતું નહોતું : શિખર ધવન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર શિખર ધવને તેમની ઓટોબાયોગ્રાફી 'ધ વન: ક્રિકેટ, માય લાઈફ એન્ડ મોર' માં કેટલીક અંગત વાતો શેર કરી

નવી દિલ્હી તા.૨૭ :  ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર શિખર ધવને તેમની ઓટોબાયોગ્રાફી 'ધ વન: ક્રિકેટ, માય લાઈફ એન્ડ મોર' માં કેટલીક અંગત વાતો શેર કરી છે. જેમાં તેમની રિલેશનશીપને લઈને કેટલીક વાતો શેર કરી છે.

રોહિત શર્માને ગમતું ન હતું

ધવને 2006માં ઇન્ડિયા Aના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પોતાના સંબંધો વિશે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. પુસ્તકમાં ધવને જણાવ્યું કે તે રોહિત શર્મા સાથે પોતાનો રૂમ શેર કરતો હતો. આ સમયે તે તેની ગર્લફ્રેન્ડને ચોરી છુપીથી તેના હોટલના રૂમમાં લાવતો હતો. રોહિતને તેની ગર્લફ્રેન્ડ તેના રૂમમાં આવે તે બિલકુલ ગમતું નહોતું.

શિખર ધવને પુસ્તકમાં ખુલાસો કર્યો કે તે ખૂબ જ સુંદર હતી અને મને અચાનક ફરીથી પ્રેમ થઈ ગયો. મેં મનમાં વિચાર્યું કે તે મારા માટે જ બની છે અને હું તેની સાથે લગ્ન કરવા તૈયાર છું. પરંતુ તેણે સ્વીકાર્યું કે તે તેની ગર્લફ્રેન્ડ સાથે વધુ સમય વિતાવવાનું શરૂ કર્યું હોવાથી તેનું ધ્યાન ભટકી ગયું.

ટીમને રિલેશનશીપ વિશે કેવી રીતે ખબર પડી

અમારી સાથે પ્રવાસ પર રહેલા એક સિનિયર નેશનલ પસંદગીકારે અમને બંનેને લોબીમાં હાથમાં હાથ નાખીને ચાલતા જોયા. મને ક્યારેય એવું નહોતું લાગ્યું કે મારે તેમનો હાથ છોડી દેવો જોઈએ કારણ કે હું કોઈ ગુનો કરી રહ્યો ન હતો. જો હું સારું પ્રદર્શન કરતો રહ્યો તો મારી પાસે સિનિયર ભારતીય ટીમમાં સ્થાન મેળવવાની સારી તક હતી, પરંતુ મારું પ્રદર્શન સતત ઘટતું રહ્યું.

(4:23 PM IST)