તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
આઈપીએલમાં રનના ઢગલા કરીને શાનદાર પ્રદર્શન કરી સૌના દિલ જીતનાર ભારતીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડમાં પણ ધૂમ મચાવી : 19 બોલમાં 3 ફોર અને 5 સિક્સર ફટકારીને 48 રન બનાવ્યા
મેજર લીગ ક્રિકેટ 2025માં સિએટલ ઓર્કાસ તરફથી રમી રહેલા શિમરોન હેટમાયરે છેલ્લી બે ઈનિંગમાં તોફાની બેટિંગ કરીને પોતાની ટીમને જીત અપાવવાની સાથે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ

નવી દિલ્હી તા.૨૯ : આઈપીએલમાં શાનદાર પ્રદર્શનથી સૌના દિલ જીત ચૂકેલો વૈભવ સૂર્યવંશી હાલ ઈંગ્લેન્ડમાં પણ ધૂમ મચાવી રહ્યો છે. હાલમાં જ તેને ઈંગ્લેન્ડ અંડર 19 સામે તોફાની બેટિંગ કરી હતી. વૈભવ સૂર્યવંશીએ માત્ર 19 બોલમાં 3 ફોર અને 5 સિક્સરની મદદથી 48 રન બનાવ્યા હતા. ત્યારે વૈભવની સાથે તેનો મિત્ર પણ રનોનો વરસાદ કરી રહ્યો છે, પરંતુ તે અમેરિકામાં રમી રહ્યો છે. ચાલો તમને જણાવીએ કે, વૈભવનો કયો મિત્ર અમેરિકામાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
આઈપીએલમાં વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સ માટે રમે છે. આ જ ટીમમાંથી તેનો મિત્ર શિમરોન હેટમાયર રમે છે. હાલમાં શિમરોન હેટમાયર અમેરિકામાં રમાઈ રહેલી મેજર લીગ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. છેલ્લી 2 મેચમાં તેની તોફાની બેટિંગ જોવા મળી છે. મેજર લીગ ક્રિકેટ 2025માં સિએટલ ઓર્કાસ તરફથી રમી રહેલા શિમરોન હેટમાયરે છેલ્લી બે ઈનિંગમાં તોફાની બેટિંગ કરીને પોતાની ટીમને જીત અપાવવાની સાથે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મેળવ્યો છે.
શિમરોન હેટમાયરની વિસ્ફોટક ઇનિંગ
મેજર લીગ ક્રિકેટ 2025ની 20મી લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ વિ સિએટલ ઓર્કાસ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં શિમરોન હેટમાયરે 26 બોલમાં 64 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેને 6 સિક્સર અને 4 ફોર ફટકારી હતી. આ ઈનિંગની મદદથી સિએટલ ઓર્કાસે લોસ એન્જલસ નાઈટ રાઈડર્સને 5 વિકેટથી માત આપી હતી.
આ પહેલા મેજર લીગ ક્રિકેટ 2025ની 18મી મેચ સિએટલ ઓર્કાસ અને એમઆઈ ન્યૂયોર્ક વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટૂર્નામેન્ટના ઈતિહાસનો સૌથી મોટો રનચેઝ જોવા મળ્યો હતો. આ મેચમાં શિમરોન હેટમાયરે 40 બોલમાં 97 રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં તેને 9 સિક્સર અને 5 ફોર ફટકારી હતી. હેટમાયરની આ તોફાની ઈનિંગની મદદથી સિએટલ ઓર્કાસે એમઆઈ ન્યૂયોર્કને 3 વિકેટથી માત આપી હતી.
IPL 2025માં શિમરોન હેટમાયર અને વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સ માટે સાથે રમ્યા હતા. ટીમે વૈભવ સૂર્યવંશીને ઓક્શનમાં ₹1.10 કરોડમાં ખરીદ્યો હતો, જ્યારે શિમરોન હેટમાયરને ફ્રેન્ચાઇઝીએ ₹11 કરોડમાં રિટેન કર્યો હતો.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
