<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

આતુરતાનો અંત : એશિયા કપ 2025નું કરશે આયોજન : ભારત અને પાકિસ્તાન બંને ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લેશે

ટુર્નામેન્ટ ક્યારે અને ક્યાં શરૂ થશે અને કઈ ટીમો ભાગ લેશે?

એશિયા કપ 2025 ભારત દ્વારા યોજાવાનો છે. પાકિસ્તાને ભારતનો પ્રવાસ કરવાનો ઇનકાર કરી દીધો છે. આવી સ્થિતિમાં, ટુર્નામેન્ટને અન્ય કોઈ દેશમાં ટ્રાન્સફર કરી શકાય છે 

 જો ભારતમાં ટુર્નામેન્ટનું આયોજન ન થાય, તો UAE તેનું આયોજન કરવાની રેસમાં આગળ છે. જોકે, હાઇબ્રિડ મોડેલ પર ટુર્નામેન્ટનું આયોજન કરવા અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. 

 એશિયા કપ 2025 T20 ફોર્મેટમાં આયોજિત થશે અને તેમાં 6 ટીમો ભાગ લેશે. જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને UAEની ટીમો શામેલ હશે.

ક્રિકબઝના અહેવાલ મુજબ, ટુર્નામેન્ટ 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે. ટુર્નામેન્ટ માટે પ્રમોશનલ પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે.

ACC આવતા અઠવાડિયે ટુર્નામેન્ટની તારીખ નક્કી કરી શકે છે. એશિયા કપ 2025નો સમયપત્રક જુલાઈના પહેલા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે. 

એશિયા કપ 2025 ના પ્રમોશન માટે રિલીઝ કરાયેલા પોસ્ટરમાં પાકિસ્તાનના કેપ્ટનનો ફોટો નથી. જેના કારણે આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

ચાહકો એશિયા કપની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક દાયકામાં પહેલીવાર ભારતીય ટીમ રોહિત અને વિરાટ વિના એશિયા કપમાં રમશે. ઓપરેશન સિંદૂર પછી, ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કઠિન સ્પર્ધા જોવા મળશે.

(9:18 PM IST)