<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

કોલંબોમાં બાંગ્લાદેશ સામે વનડે મેચમાં મેદાનમાં ' સાપ 'ઘૂસ્યો: મેચ રોકવી પડી: સુરક્ષા કર્મચારીઓએ બહાર કાઢ્યો

બાંગ્લાદેશની ઇનિંગ દરમિયાન ત્રીજી ઓવરમાં મેદાનમાં સાપને જોઈને બધા ખેલાડીઓ ડરી ગયા: સોશ્યલ મીડિયા પર આ સાપને 'ડર્બી નાગિન' નામ અપાયું

શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વનડે મેચ 2 જુલાઈથી શરૂ થઈ હતી. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી પહેલી મેચમાં, યજમાન ટીમે શાનદાર જીત મેળવી હતી. આ જીત સાથે, શ્રીલંકાએ ODI શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી છે. મેચ દરમિયાન એક વિચિત્ર ઘટના બની હતી, જેનાથી મેદાનમાં હાજર બધા ચોંકી ગયા હતા. બાંગ્લાદેશની ઇનિંગ દરમિયાન, ત્રીજી ઓવરમાં એક સાપ મેદાનમાં ઘુસી ગયો હતો. તેનાથી ત્યાં હંગામો મચી ગયો હતો. આ કારણે મેચ થોડા સમય માટે રોકવી પડી હતી. જ્યારે સાપ મેદાનની બહાર ગયો. આ પછી મેચ ફરી શરૂ થઈ. ક્રિકેટ ચાહકો સોશિયલ મીડિયા પર તેને 'ડર્બી નાગિન' કહી રહ્યા છે.

પહેલી વનડેમાં કેપ્ટન ચરિથ અસલંકાએ શાનદાર સદી ફટકારી હોવા છતાં, શ્રીલંકાની ટીમ પ્રથમ બેટિંગ કરતા 49.2 ઓવરમાં ફક્ત 244 રન જ બનાવી શકી હતી. લક્ષ્યનો પીછો કરી રહેલી બાંગ્લાદેશ ટીમની ઇનિંગ દરમિયાન, એક વિચિત્ર ઘટના બની હતી, જેના કારણે મેચ થોડા સમય માટે રોકવી પડી હતી. ત્રીજી ઓવરના ત્રીજા બોલ દરમિયાન, એક સાપ મેદાનમાં ઘૂસી ગયો હતો.

આ દરમિયાન અસિતા ફર્નાન્ડો બોલિંગ કરી રહ્યો હતો. સાપને જોઈને બધા ખેલાડીઓ ડરી ગયા હતા. આ કારણે મેચ થોડા સમય માટે રોકવી પડી હતી. આ પછી, સુરક્ષા કર્મચારીઓએ કોઈક રીતે સાપને મેદાનની બહાર કાઢ્યો. સોશિયલ મીડિયા પર આ સાપને 'ડર્બી નાગિન' નામ આપવામાં આવ્યું છે. ગયા વર્ષે પણ આ જ મેદાન પર આવી જ ઘટના બની હતી.

 

ગયા વર્ષે, શ્રીલંકા પ્રીમિયર લીગ દરમિયાન આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં જ કેટલીક મેચોમાં, સાપ મેદાનમાં ઘુસી ગયા હતા. આ કારણે રમત થોડા સમય માટે બંધ કરવી પડી હતી. કોલંબોમાં મેચ દરમિયાન મેદાનમાં સાપ ઘૂસવા એ એક પરંપરા બની રહી છે.

(11:32 AM IST)