<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

‘આવી જા તું જ બોલિંગ કરી લે,' જસપ્રીત બુમરાહે ફેનને ઈશારો કર્યો

મેચ દરમ્‍યાન એક ફેનએ કહ્યું એક વિકેટ જોઈએ છે, આ સાંભળી બુમરાહે કહ્યું તું જ મેદાનમાં આવી જા

નવી દિલ્‍હીઃ ભારતને લોર્ડ્‍સમાં હારનો સામનો કરવો પડ્‍યો છે. મેચ દરમિયાન ઘણી એવી ઘટનાઓ ઘટી જે વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. ઇંગ્‍લેન્‍ડ અને ઇન્‍ડિયા બંને ટીમના ખેલાડીઓએ એકબીજાને ખૂબ સ્‍લેજિંગ કર્યું. ઘણીવાર મેદાન પર ગરમાગરમી જોવા મળી. અંગ્રેજોએ છેક સુધી એવી ઘણી હરકતો કરી જે રમતની ખેલદિલી પર સવાલ ઊભા કરે છે. જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. જો કે મેદાન અંદર જ નહીં મેદાન બહારના પણ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યાં છે. જેમાં હાલ જસપ્રીત બુમરાહનો એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં મેચ દરમ્‍યાન એક ફેન બુમરાહને કહી રહ્યા છે કે એક વિકેટ જોઈએ છે...આ સાંભળી બુમરાહ ઈશારો કરે છે તું જ આવીને બોલીંગ કરી લે..આ ઈશારો જોઈ સૌ હસી પડે છે.

(3:12 PM IST)