News of Friday, 25th July 2025
ચાલુ મેચે બદલાઈ શકે છે પ્લેઈંગ ઈલેવનઃ રિષભ પંતની જગ્યાએ કોઈ ખેલાડીને બેટિંગની મંજૂરી મળી શકે!
આઈસીસીના વિચારણા હેઠળ, નિયમ ઇજાગ્રસ્ત રિષભ પંતની જગ્યાએ તેના જેવા ખેલાડીને પ્લેઈંગ ઇલેવનમાં સામેલ કરવાની તક મળી શકે

નવી દિલ્હીઃ મીડિયા અહેવાલોએ પુષ્ટિ આપી હતી કે પંતને પગમાં ફ્રેક્ચર થયું છે અને તે આ મેચમાં વિકેટકીપિંગ કરી શકશે નહીં. જોકે તે બેટિંગ કરવા માટે ઉતર્યો હતો, તે લંગડાતો હતો અને રન લેવામાં મુશ્કેલી અનુભવી રહ્યો હતો. જો મેચ રેફરી પરવાનગી આપે તો, ભારત ધ્રુવ જુરેલને બેટ્સમેન તરીકે ઉપયોગ કરી શકે છે, જેનો અર્થ એ થાય કે તેઓ બીજી ઇનિંગમાં રિષભ પંતનું સ્થાન લઈ શકે છે.
બીજી એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી જેમાં આઈસીસીએ બોર્ડને ઓક્ટોબર ૨૦૨૫થી છ મહિના માટે ફર્સ્ટ ક્લાસમાં ઈજાના વિકલ્પ પૂરા પાડવા જણાવ્યું હતું. આઈસીસીના નિવેદનમાં જણાવાયું હતું કે, મેચ શરૂ થયા પછી કોઈપણ સમયે રમતના મેદાન પર ગંભીર ઈજા પામેલા ખેલાડી (મેચ પહેલાના કોઈપણ વોર્મ-અપ સમયગાળા સહિત)ને તેના જેવા ખેલાડી દ્વારા બદલી શકાય છે જે બાકીના મેચ માટે સંપૂર્ણ રીતે ભાગ લે છે. હાલમાં, પ્લેઈંગ ઇલેવનમાં ફંકશન દ્વારા ખેલાડીને બદલવાની મંજૂરી છે. જોકે, આ નિયમ અંતર્ગત ખેલાડીને માથાના ભાગે વાગ્યું હોય તો જ નિયમ લાગુ પડે છે, એટલે કે બોલરના બદલામાં બોલર, બેટ્સમેનના બદલામાં બેટ્સમેન અને ઓલરાઉન્ડરની જગ્યાએ ઓલરાઉન્ડર ખેલાડીને સ્થાન આપવામાં આવતું હોય છે. જોકે, પંતની સ્થિતિમાં તે શકય નથી.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
