તા. ૨૭ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ – ૧૨ બુધવાર
News of Friday, 25th July 2025
એશિયા કપ 2025માં મોટું અપડેટ :ટીમ ઇન્ડિયા એક વાર નહીં પરંતુ ત્રણ વાર પાકિસ્તાન ટીમ સામે ટકરાશે
એશિયા કપ 2025 ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં હશે અને ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોઈ શકે

મુંબઈ : એશિયા કપ 2025 ટુર્નામેન્ટ વિશે વધુ એક મોટી વાત બહાર આવી રહી છે. આ રિપોર્ટ મુજબ એશિયા કપની આગામી સીઝનમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ટકરાશે.
ક્રિકેટ ચાહકો એશિયા કપ 2025 ટુર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલ મુજબ આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે અને તે યુએઇમાં રમાશે. હવે આ ટુર્નામેન્ટ વિશે વધુ એક મોટો અહેવાલ બહાર આવી રહ્યો છે. આ અહેવાલ મુજબ ટીમ ઈન્ડિયા એશિયા કપ 2025 માં એક વાર નહીં પરંતુ ત્રણ વાર પાકિસ્તાનનો સામનો કરી શકે છે. જ્યાં એક તરફ બીસીસીઆઇ અને બીસીબી વચ્ચે એશિયા કપ 2025 ટુર્નામેન્ટના સ્થળને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ લેટેસ્ટ રિપોર્ટમાં માનવું છે કે આ બંને ટીમો એક કરતા વધુ વાર એકબીજાનો સામનો કરી શકે છે.
એશિયા કપ 2025 ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં હશે અને ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોઈ શકે છે. જો આ સાચું હોય, તો આ બંને ટીમો એશિયા કપ 2025માં ત્રણ વખત એકબીજાનો સામનો કરી શકે છે. કારણ કે બંને ટીમો ગ્રુપ સ્ટેજમાં એકબીજા સામે એક મેચ રમશે. આ પછી તેઓ સુપર સિક્સમાં પણ એકબીજાનો સામનો કરી શકે છે. જો ભારત અને પાકિસ્તાન આ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરે છે અને ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરે છે, તો તેઓ ફાઇનલમાં પણ એકબીજા સાથે રમશે
બીસીસીઆઇ સેક્રેટરી દેવજીત સૈકિયાએ એ વાતની પુષ્ટી કરી છે કે બોર્ડના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લાએ એસીસી મીટિંગમાં હાજરી આપી હતી. તેમણે બધા સાથે વાત કરી અને મને લાગે છે કે સત્તાવાર પુષ્ટિ પણ થોડા દિવસોમાં કરવામાં આવશે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
