<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

ધોનીએ IPL 2026માં રમવા વિશે કર્યો મોટો ખુલાસો

મને ડોકટરે ફકત આંખો માટે પાંચ વર્ષની પરવાનગી આપી, શરીર માટે નહીં: ધોની

મુંબઇ: કેપ્‍ટન કુલ મહેન્દ્ર સિંહ ધોની હવે IPLમાં જ રમતો જોવા મળે છે. હવે આવનારી સિઝનમાં ધોની રમશે કે નહીં તે વિશે તમામ તેમના ચાહકોના મનમાં સવાલ છે. આ સવાલના જવાબમાં માહીએ સંકેત આપી દીધો છે. ધોનીએ IPLમાં રમવા અંગે ખૂબ જ ચોંકાવનારો જવાબ આપ્યો છે.

મહેન્દ્ર સિંહ ધોની જ્યાં પણ જાય છે ત્યારે તેમને પહેલો સવાલ કરવામાં આવે છે કે IPL 2026માં તેઓ રમશે કે નહીં? એક કાર્યક્રમમાં તેણે હાજરી આપી હતી આ સમયે તેને આ વિશે સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં ધોનીએ કહ્યું, 'મને આગામી 5 વર્ષ માટે ક્રિકેટ રમવાની પરવાનગી મળી છે. પરંતુ એક જ સમસ્યા છે, ડૉક્ટરે ફક્ત આંખોની રોશની માટે પરવાનગી આપી છે. શરીર માટે નહીં, પરંતુ હું ફક્ત મારી આંખોથી ક્રિકેટ રમી શકતો નથી.'આ જ ઇવેન્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે આગામી સિઝનમાં ઋતુરાજ ગાયકવાડની વાપસીથી ટીમનું સંતુલન સારું થશે. ધોની માને છે કે મીની ઓક્શનમાં કેટલાક ફેરફારો કરીને, સુપર કિંગ્સ ટીમ ગયા વર્ષ કરતાં ઘણી સારી બની શકે છે. ધોનીએ સંકેત આપ્યો છે કે ગાયકવાડ આગામી સિઝનમાં CSKનું નેતૃત્વ કરી શકે છે.  

(3:15 PM IST)