<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

ટીમ ઇન્ડિયાએ રચ્યો ૩ર વર્ષ જુનો ચોકા-છક્કાનો રેકોર્ડ તોડી રચ્‍યો ઇતિહાસ

ઓસ્‍ટ્રેલીયાએ ૧૯૯૩માં એશીઝ દરમિયાન ૪૬૦ ફોર-સીકસ મારેલઃ ભારતે ઇંગ્‍લેન્‍ડ સામે ૪૭૦ બાઉન્‍ડ્રી કટકારી

લંડનઃ ઇંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમ માટે ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. મુલાકાતી ટીમે પાંચ મેચની શ્રેણીની શરૂઆત લીડ્સમાં હાર સાથે કરી હતી. ત્યારબાદ, તેણે બર્મિંગહામમાં ઐતિહાસિક જીત નોંધાવી. લંડનમાં ત્રીજી ટેસ્ટ મેચ હારી ગઈ અને માન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટ ડ્રો રહી.

 ભારતે અત્યાર સુધી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. ઓવલ ટેસ્ટના ચોથા દિવસ પહેલા જ ટીમ ઇન્ડિયાએ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ભારતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025માં કુલ 470 બાઉન્ડ્રી ફટકારી છે. આ કોઈપણ શ્રેણીમાં કોઈપણ ટીમ દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ બાઉન્ડ્રી છે.

 ભારતે વર્તમાન શ્રેણીમાં 470 બાઉન્ડ્રી (422 ચોગ્ગા અને 48 છગ્ગા) ફટકારીને ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું. 1993ની એશિઝમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે 460 બાઉન્ડ્રી (451 ચોગ્ગા અને 9 છગ્ગા) ફટકારી હતી. ભારતે આ 32 વર્ષ જૂનો વિશ્વ રેકોર્ડ તોડ્યો.

(4:09 PM IST)